midday

KC Tyagi Resignation: નીતિશ કુમારના અંગત નેતાએ પ્રવક્તાનું પદ ત્યાગ્યું, હવે કોણ બેઠું આ પદ પર?

01 September, 2024 12:40 PM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

KC Tyagi Resignation: રાજીવ રંજનને JDUના નવા રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના જનરલ સેક્રેટરી અફાક અહેમદ ખાને આ ફેરફારની જાણકારી આપી હતી.
નીતિશ કુમારની ફાઇલ તસવીર

નીતિશ કુમારની ફાઇલ તસવીર

જનતા દળ યુનાઈટેડ (JDU)ના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓએ અંગત કારણોસર પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું (KC Tyagi Resignation) આપ્યું છે. 

હવે રાજીવ રંજન બન્યા JDUના નવા રાષ્ટ્રીય પ્રવક્તા

જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ પોતાનું પ્રવક્તા તરીકેનું પદ ત્યાગ્યા (KC Tyagi Resignation) બાદ આ પદ પર રાજીવ રંજનને JDUના નવા રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના જનરલ સેક્રેટરી અફાક અહેમદ ખાને એક પત્ર જારી કરીને આ ફેરફારની જાણકારી આપી હતી.

હું આ પદ સાથે ન્યાય નથી કરી શકતો – પત્રમાં લખ્યું કેસી ત્યાગીએ 

કેસી ત્યાગી (KC Tyagi Resignation) એ સીએમ નીતિશ કુમારને એક પત્ર લખ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે હું તમને વિનંતી કરું છું કે મને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાના પદ પરથી મુક્ત કરો કારણ કે હું આ પદને ન્યાય આપી શકતો નથી. હું અન્ય કામોમાં સામેલ થઈશ.

સીએમ નીતિશ કુમારની સાથે કેસી ત્યાગીએ અનેક વર્ષો સુધી કામ કર્યું છે. તેઓ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ખાસ લોકોમાં સામેલ છે. એવા અનુભવી કેસી ત્યાગીને 22 મે 2023ના રોજ ફરી એકવાર જનતા દળ યુનાઈટેડના પદ પર સન્માન સાથે લાવવામાં આવ્યા હતા. જ્યારે એમને બીજી વાર લાવવામાં આવ્યા ત્યારે વખતે તેમને વિશેષ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને મુખ્ય પ્રવાહમાં રાખવા માટે રાષ્ટ્રીય મુખ્ય પ્રવક્તા તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી હતી, હવે એ જ જવાબદારી તેમણે ત્યાગી છે.

અગ્નિપથ યોજના સહિત અનેક મુદ્દાઓ પર તેમણે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું 

કેસી ત્યાગી એક એવું નામ છે જેને અનેક મુદ્દાઓ પર પોતાના નિવેદન આપ્યા હતા. તેઓએ મોદી સરકારને  એક સમયે વિચારવા પર મજબૂર કરી દીધી હતી. ખાસ કરીને અગ્નિપથ યોજના અંગે કેસી ત્યાગી (KC Tyagi Resignation)એ આપેલું નિવેદન યાદ આવે એવું છે. તેઓએ કહ્યું હતું કે અગ્નિપથ યોજના અંગે ફરીથી વિચાર વિમર્શ કરવાની જરૂર છે. જે સુરક્ષાકર્મીઓ સેનામાં તૈનાત હતા, જ્યારે અગ્નિવીર યોજના શરૂ કરવામાં આવી ત્યારે સમાજના મોટા વર્ગમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હું માનું છું કે તેમના પરિવારે પણ ચૂંટણીનો વિરોધ કર્યો હતો. આ મુદ્દે નવી રીતે વિચારવાની જરૂર છે. કોંગ્રેસે સામાન્ય ચૂંટણીમાં અગ્નિવીર યોજનાને મોટો મુદ્દો બનાવ્યો હતો. કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ તે અગ્નિવીર યોજનાને ડસ્ટબીનમાં ફેંકી દેશે. અગ્નિપથ યોજના જ નહીં આ ઉપરાંત તેમણે યુનિફોર્મ સિવિલ કોડ અને વન નેશન વન ઇલેક્શન અંગે પણ પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું.

national news janata dal united nitish kumar political news bihar india delhi