પીએમ મોદીનું રૂ. 80 લાખનું હૉટેલ બિલ કોણ ભરશે? કોની તિજોરીમાંથી થશે ચૂકવણી

28 May, 2024 04:24 PM IST  |  Mysore | Gujarati Mid-day Correspondent

PM Narendra Modi’s 80 lakh rs bill: આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

કર્ણાટકના વન પ્રધાન એશ્વર ખાંડરે કહ્યું છે કે કર્ણાટક સરકાર (PM Narendra Modi’s 80 lakh rs bill) વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહેમાનગતિના બિલનું ભુગતાન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2023ના એપ્રિલમાં મૈસુરુ પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર કર્ણાટક આવ્યા હતા. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જે હૉટેલમાં મહેમાનગતિ કરવામાં આવી હતી તે હૉટેલનું બીજ લગભગ રૂ. 80 લાખ આવ્યું હતું જેની ભરપાઈ હવે કર્ણાટક સરકાર કરશે એવું જાહેર કરવામાં આવ્યું છે.

કર્ણાટકના મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન, રાષ્ટ્રપતિ કે બીજા કોઈપણ ગણમાન્ય મહેમાનો જ્યારે રાજ્યની મુલાકાત લે છે ત્યારે તેમના મહેમાનગતિનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, પણ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી (PM Narendra Modi’s 80 lakh rs bill) ચાલી રહી હતી જેને લીધે આચાર સંહિતા લાગુ હતી. જોકે મૈસુરુ પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમનું આચાર સહિત દરમિયાન આયોજન કરવામાં આવું હતું જેથી તેમાં રાજ્ય સરકારનો કોઈપણ સમાવેશ નહોતો.

મંત્રીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi’s 80 lakh rs bill) મૈસુરુ-બાંડીપુરના 50 વર્ષના પ્રોજેક્ટ ટાઈગરના સ્મારક સમારંભના અવસરે અહીં આવ્યા હતા. તે સમયે આચાર સંહિતા લાગુ હતી. ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. તેથી, આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેઓએ લગભગ ત્રણ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના બનાવી હતી, પરંતુ કાર્યક્રમ બાદ કુલ ખર્ચ વધીને 6.33 કરોડ રૂપિયા થઈ ગયો હતો. તેથી, બાકીની રૂ. 3.3 કરોડની રકમ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી પાસેથી આવવાની બાકી છે.

રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા અધિકારીઓને પત્ર લખીને બાકીની રકમ ચૂકવવા બાબતે જણાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે 80 લાખ રૂપિયાનું હૉટલના બિલની ચુકવણી રાજ્ય સરકારને કરવી જોઈએ અને અમે બાકીની ચુકવણી કરવાનું નક્કી કર્યું છે. તેથી, કોઈ સમસ્યા નથી. જોકે અનેક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મુજબ જે હૉટેલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રોકાયા હતા તે હૉટેલના બિલની ચુકવણી (PM Narendra Modi’s 80 lakh rs bill)  નહીં કરવામાં આવતા હૉટેલ પ્રશાસન દ્વારા 80 લાખ રૂપિયાની રકમ વસૂલવા માટે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી રાજ્ય સરકારને આપી છે. તેમ જ આ મામલે હવે કોઈ સામાધાન મેળવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હૉટેલ બિલ ચુકવવાના મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ સર્જાયો હતો, જે હવે ઉકેલાઈ ગયો છે.

narendra modi mysore karnataka national news