લૉરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારા પોલીસને કરણી સેના આપશે રૂ. ૧,૧૧,૧૧,૧૧૧નું ઇનામ

23 October, 2024 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણી સેનાના તત્કાલીન પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા તેમના જ ઘરમાં ગયા વર્ષે ૫ ડિસેમ્બરે કરવામાં આવી હતી.

લૉરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનાર પોલીસ-કર્મચારીને ઇનામ જાહેર કરનાર કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત.

એક બાજુ સલમાન ખાનને લૉરેન્સ બિશ્નોઈ તરફથી ધમકીઓ મળી રહી છે ત્યારે હવે બીજી તરફ લૉરેન્સ બિશ્નોઈને ખતમ કરવા માટે કરણી સેનાએ ઇનામ જાહેર કર્યું છે, એ પણ ૧ કરોડ ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧ રૂપિયાનું.

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે આ જાહેરાત કરી છે અને આ સંદર્ભનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે જેમાં રાજ શેખાવતે કહ્યું છે, ‘જે પોલીસ લૉરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરશે તેને ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું ઇનામ કરણી સેના તરફથી આપવામાં આવશે એટલું જ નહીં, એ બહાદુર પોલીસની અને તેના પરિવારની સુરક્ષા અને પૂરી વ્યવસ્થાની જવાબદારી પણ અમારી જ રહેશે. અમને એટલી ખબર છે કે શહીદ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા લૉરેન્સ બિશ્નોઈએ કરાવી હતી. હમેં ઔર દેશવાસીઓં કો ભયભીત નહીં, ભયમુક્ત ભારતવર્ષ કી આવશ્યકતા હૈ.’

કરાણી સેનાના તત્કાલીન પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા તેમના જ ઘરમાં ગયા વર્ષે ૫ ડિસેમ્બરે કરવામાં આવી હતી.

national news india lawrence bishnoi Salman Khan baba siddique Crime News mumbai police