midday

કર્ણાટકમાં ટીચરે મુસ્લિમ સ્ટુડન્ટ્સને કહ્યું કે ‘આ હિન્દુઓનો દેશ છે’

04 September, 2023 12:00 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

ટીચરની અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરી દીધી છે
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કર્ણાટકમાં એક ટીચરે બે મુસ્લિમ સ્ટુડન્ટ્સને ‘પાકિસ્તાનમાં જતા રહેવા’ કહ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેના પગલે આ સ્ટુડન્ટ્સના પેરન્ટ્સે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાંચમા ધોરણના આ બે સ્ટુડન્ટ્સ ક્લાસમાં ભણાવવામાં આવી રહ્યું હતું ત્યારે લડાઈ કરી રહ્યા હતા, જેના પગલે આ ટીચર અપસેટ હતા. આ ઘટના ગુરુવારે બની હતી.

આ બંને સ્ટુડન્ટ્સની લડાઈથી કંટાળેલા કન્નડ ભાષાના આ ટીચરે વચ્ચે પડીને તેમને કહ્યું કે ‘પાકિસ્તાનમાં જતા રહો. આ હિન્દુઓનો દેશ છે.’ આ ઘટના જે સ્કૂલમાં બની એ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં આવેલી એક ઉર્દૂ સંસ્થાન છે.

બ્લૉક એજ્યુકેશન ઑફિસર બી. નાગરાજે જણાવ્યું હતું કે ‘અમે આ ટીચરની અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરી દીધી છે. ડિપાર્ટમેન્ટલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અને એના રિપોર્ટના આધારે વધુ પગલાં લેવામાં આવશે.’

આ ટીચર આ ઉર્દૂ સ્કૂલમાં આઠ વર્ષથી ભણાવે છે અને તેમને કુલ ૨૬ વર્ષનો અનુભવ છે.

karnataka hinduism national news