Karnataka Teacher Suspend: બાળકોએ જ ટીચરને ભણાવ્યો પાઠ, મોદી અને રામ વિશે આ શિક્ષકે કર્યો બફાટ

13 February, 2024 11:24 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

Karnataka Teacher Suspend: એક શિક્ષકે સાતમા ધોરણના બાળકોને ભણાવતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન રામ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

શિક્ષક માટે વપરાયેલી પ્રતીકાત્મક તસવીર

Karnataka Teacher Suspend: કર્ણાટકમાંથી એક સમાચાર સામે આવ્યા છે કે એક શાળાના શિક્ષકે સાતમા ધોરણના બાળકોને ભણાવતી વખતે બફાટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ શિક્ષકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન રામ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

આ જ ટિપ્પણીને ધ્યાનમાં રાખીને હવે કર્ણાટક પોલીસે તેની વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ કરી લીધી છે અને સ્કૂલ મેનેજમેન્ટે પણ તેને કાઢી મૂક્યા છે. કર્ણાટકના મેંગલુરુમાં સેન્ટ ગેરોસા ઈંગ્લીશ હાયર પ્રાઈમરી સ્કૂલમાં ભણાવતા સિસ્ટર પ્રભાએ ધોરણ 7ના વિદ્યાર્થીઓને ‘કામ એ જ પૂજા છે’ આવો વિષય શીખવી રહ્યા હતા. તેવે સમયે ભણાવતા ભણાવતા તેઓએ ભગવાન રામ અને પીએમ નરેન્દ્ર મોદી વિશે કથિત રીતે વાંધાજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. 

પછી તો વિદ્યાર્થીઓએ ઘરે ગયા બાદ તેમના માતા-પિતાને આ અંગે જાણ કરી હતી. વિદ્યાર્થીઓની વાત સાંભળી વાલીઓ અને હિંદુ સંગઠનોએ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

શાળાના અધિકારીએ આ મામલે શું નિવેદન આપ્યું છે?

આ મામલો ધ્યાનમાં આવતા જ શાળાના અધિકારીઓ પણ સામે આવ્યા હતા અને તેઓએ સિસ્ટર પ્રભાને બરતરફ (Karnataka Teacher Suspend) કરી દીધા છે. એવા પણ સમાચાર છે કે તેઓની જગ્યા પર હવે અન્ય શિક્ષકની નિમણૂક કરવામાં આવવાની છે. 

શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે

મેંગલુરુ ઉત્તર વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય વાય ભરત શેટ્ટીએ શિક્ષક દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ જે તે શિક્ષકને સસ્પેન્ડ (Karnataka Teacher Suspend) કરવાની પણ માંગ કરી હતી. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે જો શિક્ષક સામે પગલાં લેવામાં નહીં આવે તો શહેરમાં જોરદાર વિરોધ કરવામાં આવશે.

શાળાના એક મુખ્ય શિક્ષિકાએ જણાવ્યું હતું કે, “સેન્ટ ગેરોસા શાળાનો ઇતિહાસ 60 વર્ષનો છે અને આવી ઘટના તેના ઇતિહાસમાં ક્યારેય બની નથી. અમે બંધારણના અનુયાયીઓ છીએ અને તમામ ધર્મોની માન્યતાઓ અને પ્રથાઓને પણ સ્વીકારીએ છીએ. મુખ્ય શિક્ષિકાએ લોકોને શાળાને વધુ સારા શિક્ષણમાં સહકાર આપવા અપીલ કરી છે.”

સોશિયલ મીડિયા પર વિરોધનું વંટોળ ફૂંકાયું છે

તમને જણાવી દઈએ કે શિક્ષકે કરેલી વાંધાજનક ટિપ્પણીને પગલે હવે તો બ્લોક એજ્યુકેશન ઓફિસરે પણ આ મામલે તપાસ શરૂ કરી નાખી છે. એ તો ઠીક પણ આ જ મામલો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ચર્ચાઇ રહ્યો છે. મીડિયા પર અનેક લોકોએ આવી ટિપ્પણી કરનાર શિક્ષક સામે કાર્યવાહીની તીવ્ર માંગ (Karnataka Teacher Suspend) કરી છે. શાળાના મેનેજમેન્ટ પર પણ વાલીઓ ખૂબ જ દબાણ કરી રહ્યા છે. આ જ તમામ પગલાંને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

karnataka narendra modi national news india