કર્ણાટક: ચોથા ધોરણના વિદ્યાર્થીની શિક્ષકે કરી ધોલાઈ, પહેલા માળેથી ધક્કો આપતા મોત

19 December, 2022 07:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગંભીર સ્થિતિમાં બાળકને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. પોલીસે બાળકના પરિવારની ફરિયાદ પર આરોપી શિક્ષક વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. હાલ આરોપી શિક્ષક ફરાર છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

કર્ણાટકની (Karnataka) એક સ્કૂલમાં ચોથા ધોરણમાં વિદ્યાર્થીનું શિક્ષકની ધોલાઈથી મૃત્યુ થયું છે. પોલીસ પ્રમાણે, શિક્ષકે 10 વર્ષના વિદ્યાર્થીની પહેલા ખરાબ રીતે ધોલાઈ કરી, પછી તેને સ્કૂલના પહેલા માળાની બાલકનીમાંથી ધક્કો મારી દીધો. ગંભીર સ્થિતિમાં બાળકને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. પોલીસે બાળકના પરિવારની ફરિયાદ પર આરોપી શિક્ષક વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. હાલ આરોપી શિક્ષક ફરાર છે.

ગડક જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારી શિવપ્રકાશ દેવરાજૂએ મીડિયાને જણાવ્યું કે, "કેસ રાજ્યના ઉત્તરી ભાગમાં હગલી ગામના આદર્શ પ્રાથમિક વિદ્યાલયનો છે. આરોપ છે કે સ્કૂલમાં કૉન્ટ્રેક્ટ ટીચર મુથપ્પાએ ચોથા ધોરણના વિદ્યાર્થી ભરતની પાવડાથી ધોલાઈ કરી. પછી તેને બાલકનીમાંથી બહાર ફેંકી દીધો."

પોલીસ પ્રમાણે, આરોપી શિક્ષકે વિદ્યાર્થી ભરતની માની પણ ધોલાઈ કરી હતી, જે સ્કૂલમાં એક શિક્ષિકા પણ છે. હાલ તેમનું સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર થઈ રહી છે. પોલીસ પ્રમાણે, ધોલાઈનું કારણ પારિવારિક વિવાદ થઈ શકે છે. હાલ પોલીસ આરોપી શિક્ષકની શોધમાં લાગેલી છે.

આ પહેલા દિલ્હીમાં પણ એવો કેસ સામે આવ્યો હતો. દિલ્હી નગર નિગમની એક સ્કૂલમાં એક શિક્ષકે પાંચમા ધોરણના વિદ્યાર્થી પર કહેવાતી રીતે કાતરથી હુમલો કર્યો અને પચી તેને સ્કૂલ ભવનના પહેલા માળથી નીચે ફેંકી દીધો, જેને કારણે તેના ચહેરાનો હાડકો તૂટી ગયો.

આ પણ વાંચો : હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના નેતાની ઑફિસમાં એક શખ્સની હત્યા

પોલીસ પ્રમાણે, શિક્ષિકાએ વિદ્યાર્થીઓ સાથે પોતાને એક ક્લાસની અંદર બંધ કરી દીધું અને વિદ્યાર્થીઓને પકડી લેવા સુધી `હિંસક` રીતે તેના પર પાણીની બોટલ ફેંકી. ત્યાર બાદ તેણે વિદ્યાર્થીઓના વાળ કાપ્યા અને તેણે બાલકનીમાંથી ફેંકી દીધો. આરોપી શિક્ષિકાને શનિવારે 20 ડિસેમ્બર સુધી ન્યાયિક અટકમાં મોકલી દીધો છે.

karnataka national news Crime News maharashtra control of organised crime act gujarati mid-day