Karnataka News: ‘ગૂગલ મૅપે’ કરાવી ખોટી રખડપટ્ટી, જવું હતું કર્ણાટક ને પહોંચ્યા...

29 January, 2024 02:31 PM IST  |  Karnataka | Gujarati Mid-day Online Correspondent

Karnataka News: ગૂગલ મેપ્સ પર આધાર રાખનાર એક SUV ડ્રાઈવરનો ચોંકાવનારો કિસ્સો તમિલનાડુના પહાડી શહેર ગુડાલુરમાંથી સામે આવ્યો છે.

ગૂગલ મૅપની પ્રતીકાત્મક તસવીર

Karnataka News: ઘણા લોકો નેવિગેશન માટે ક્યાંક પહોંચવા યોગ્ય અને જલ્દી પહોંચે તે માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે. હવે આવી જ રીતે ગૂગલ મેપ્સ પર આધાર રાખનાર એક SUV ડ્રાઈવરનો ચોંકાવનારો કિસ્સો તમિલનાડુના પહાડી શહેર ગુડાલુરમાંથી સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ડ્રાઈવર ગુડાલુરમાં અટવાઈ ગયો હતો. 

કઈ રીતે આ ઘટના બની?

તમને જણાવી દઈએ કે એક વ્યક્તિ ગુડાલુરથી ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. એવું કહેવાય છે કે આ વ્યક્તિએ અહીં તેના મિત્રો સાથે વીકએન્ડ વિતાવ્યું હતું. અને મજાનાં દિવસો પસાર કર્યા હતા. પણ વાત એમ છે કે જ્યારે આ લોકો કર્ણાટક પાછા જય રહ્યા હતા ત્યારે પાછા જતી વખતે નેવિગેશન માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કર્યો હતો. જેથી તેઓ જલ્દી અને સારી રીતે પહોંચી જાય. 

ગુડાલુર એ ક્યાં આવેલું છે?

Karnataka News: તમને જણાવી દઈએ કે આ સ્થળ તમિલનાડુ, કેરળ અને કર્ણાટક વચ્ચેના ત્રિ-જંકશન પર આવેલ છે. મોટેભાગે રજા માટે લોકો અહીં આવતાં હોય છે. જએ લોકોનું મનપસંદ સ્થળ બની રહ્યું છે. હા, જે લોકો ઊટી તરફ જતા હોય છે તેવા કેટલાક પ્રવાસીઓ અહીં મુલાકાત લે છે.

આ લોકો પણ ગૂગલ મેપ્સના નિર્દેશોને અનુસરીને પોતાના ગંતવ્ય સ્થળ પર જય રહ્યા હતા. નેવિગેશન મેપ્સ એપ્લિકેશને સૌથી ઝડપી માર્ગ હોવાનો દાવો કરીને એક રસ્તો બતાવ્યો હતો. જો કે, આ રસ્તો તેમને રહેણાંક વિસ્તારમાં સીડીની બેહદ ભાગ પર લઈ ગયો હતો. 

Karnataka News: ગૂગલ મેપ્સના રસ્તાને અનુસરીને આ ટોળકી ગુડાલુર પર પહોંચી ગઈ હતી. આવી રીતે અણધાર્યા સ્થાને પહોંચ્યા બાદ આ ડ્રાઇવરે પોતાનું વાહન અટકાવી દીધું હતું. કારણ એ સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. 

આખરે રહેવાસીઓ અને પોલીસ કર્મચારીઓ સુધી પહોંચ્યો અને પછી તેમની મદદથી ડ્રાઈવર અને તેના તેના મિત્રો તેમની એસયુવીને મુખ્ય માર્ગ પર પાછી ફેરવી શક્યા હતા અને કર્ણાટક તરફ તેઓ જઇ શક્યા હતા. 

કોણ કોણ આવ્યું મદદમાં?

Karnataka News: અટવાઈ ગયેલા ડ્રાઇવર અને તેના મિત્રોને ત્યાંના રહેવાસીઓ અને પોલીસ કર્મચારીઓ મદદ કરી હતી. તેમની મદદથી આ ટોળકી પોતાની એસયુવીને મુખ્ય માર્ગ પર પાછા લાવી શક્યા હતા.

આ પહેલા પણ વર્ષ 2020માં ગૂગલ મેપ્સની વિશ્વસનીયતા અંગે ઘણી ઉગ્ર દલીલો થઈ હતી જ્યારે એક રશિયન ડ્રાઈવર તેના નેવિગેશનને પગલે મૃત્યુ પામ્યો હતો.  એક 18 વર્ષીય કિશોર તેના મિત્ર સાથે યાકુત્સ્કથી મગદાન તરફ મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેમની કાર ત્યજી દેવાયેલી શેરીમાં તૂટી પડી હતી. અને મોત પણ નીપજ્યું હતું. 

tamil nadu karnataka kerala national news india google