29 June, 2023 10:43 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
કર્ણાટક હાઈ કોર્ટે કૉપીરાઇટનો ભંગ કરીને ભારત જોડો યાત્રા માટેના ઑનલાઇન કૅમ્પેન માટે કન્નડ મૂવી ‘કેજીએફ ચૅપ્ટર-2’ના એક સૉન્ગનો ઉપયોગ કરવા બદલ કૉન્ગ્રેસના લીડર્સ રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રિનાટેની વિરુદ્ધનો એફઆઇઆર રદ કરવાની માગણીને ગઈ કાલે ફગાવી હતી. જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ આ મૂવીના સૉન્ગ્સ માટેના કૉપીરાઇટની માલિકી ધરાવતા એમઆરટી મ્યુઝિક દ્વારા દાખલ કરાયેલા ક્રિમિનલ કેસની કાયદેસરતા સામે સવાલ ઉઠાવીને કૉન્ગ્રેસના લીડર્સની સંયુક્ત અરજીને ફગાવી હતી. અદાલતે આ કૉપીરાઇટ પર તરાપનો મામલો હોવાનું જણાવ્યું.