કૉન્ગ્રેસે ઘોષણાપત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધનું વચન આપ્યું, બીજેપીએ કર્યો વિરોધ

03 May, 2023 11:23 AM IST  |  Mangalore | Gujarati Mid-day Correspondent

બજરંગ દળની સરખામણી પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની સાથે કરી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કૉન્ગ્રેસે કર્ણાટકમાં ૧૦ મેએ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેના એના ઘોષણાપત્રમાં બજરંગ દળની સરખામણી પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની સાથે કરી હતી. હવે બીજેપી અને વિશ્વ હિન્દુ પરિષદે આ ઘોષણાપત્રમાં ‘બજરંગ દળ’ પર બૅન મૂકવાનું વચન આપવા બદલ કૉન્ગ્રેસની આકરી ટીકા કરી હતી. મૅન્ગલોર સિટી ઉત્તરના વિધાનસભ્ય અને બીજેપીના ઉમેદવાર ડૉ. ભરત શેટ્ટી વાયે કહ્યું હતું કે ‘બજરંગ દળ’ પર બૅન મૂકવાનું સપનું પણ ન જોતા. એ હિન્દુ સમાજની તાકાત છે.’

શેટ્ટીએ કહ્યું હતું કે ‘જો આવી કો​ઈ કોશિશ કરવામાં આવશે તો રાવણની લંકાની જેમ કૉન્ગ્રેસ બળી જશે. બજરંગ દળના કાર્યકરો હિન્દુ સમાજના કલ્યાણ માટે કામ કરે છે. બજરંગ દળના કરોડો સભ્યો હિન્દુ સમાજની ઓળખ અને રાષ્ટ્રવાદની તાકાત છે.’

national news congress assembly elections karnataka mangalore bharatiya janata party