કપિલ સિબ્બલે રાજ્યસભામાં જવા માટે લીધો સાયકલનો સહારો, કૉંગ્રેસનો હાથ છોડ્યો

25 May, 2022 03:02 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

તાજેતરમાં જ કપિલ સિબ્બલને સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે આઝમ ખાનની જામીન કરાવી છે

તસવીર સૌજન્ય: પીટીઆઈ

અત્યાર સુધી કોંગ્રેસમાં રહેલા કપિલ સિબ્બલે આજે લખનઉ પહોંચીને સપાના સમર્થનથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે “16 મેના રોજ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તે અપક્ષ ઉમેદવાર તરીકે રાજ્યસભામાં જશે, જ્યારે અપક્ષનો અવાજ બુલંદ થશે ત્યારે લોકોને લાગશે કે આ કોઈ પક્ષ સાથે જોડાયેલો મામલો નથી.” તેમણે કહ્યું કે “અમે વિપક્ષમાં રહીને ગઠબંધન કરવા માગીએ છીએ જેથી અમે મોદી સરકારનો વિરોધ કરીએ. અમે ઈચ્છીએ છીએ કે 2024માં દેશમાં એવું વાતાવરણ સર્જાય કે મોદી સરકારની ખામીઓને લોકો સમક્ષ લાવવામાં આવે. હું જાતે પ્રયત્ન કરીશ.”

તાજેતરમાં જ કપિલ સિબ્બલને સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે આઝમ ખાનની જામીન કરાવી છે. જોકે, આજે જ્યારે મીડિયાએ તેમને આઝમ ખાન અને અખિલેશ યાદવની અત્યાર સુધી મુલાકાત ન થવા અંગે પૂછ્યું તો તેમણે પ્રશ્ન ટાળી દીધો અને કહ્યું કે “તમે મને આ વિશે કેમ પૂછો છો.”

કપિલ સિબ્બલના નામાંકન બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે “બહુ જલ્દી તમામ ઉમેદવારો પોતાનું નામાંકન દાખલ કરશે. આજે કપિલ સિબ્બલજી એ કરી બતાવ્યું. તેઓ દેશના વરિષ્ઠ વકીલ છે. તેમણે દેશના જાણીતા કેસ લડ્યા છે. ભલે તેઓ ખોટમાં હોય પણ તેમણે ખૂબ સરસ વાત કરી છે. તેમની રાજકીય કારકિર્દી પણ છે. અમને પૂરી આશા છે કે આજે જ્યારે દેશમાં મોંઘવારી ચરમસીમા પર છે. બેરોજગારી સૌથી વધુ છે. કાયદો અને વ્યવસ્થા અસ્તવ્યસ્ત છે. ચીન સતત આપણી સરહદોની અંદર આવી રહ્યું છે. આ તમામ મોટા પ્રશ્નો પર, કપિલ સિબ્બલજી એસપી અને તેમનો દૃષ્ટિકોણ રાખશે.”

ડીમ્પલ યાદવ અને જાવેદ અલીના નામો સપા તરફથી રાજ્યસભાના અન્ય બે ઉમેદવારો તરીકે ચર્ચાઈ રહ્યા છે. જોકે, આજે અખિલેશ યાદવે અન્ય કોઈ નામ જાહેર કર્યું ન હતું. તેમણે કહ્યું કે ખૂબ જ ટૂંક સમયમાં બંને ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે અને તેઓ તેમના નામાંકન પણ દાખલ કરશે.

national news kapil sibal congress samajwadi party akhilesh yadav