Kalkaji Incident: મોડી રાતનું જાગરણ થયું જીવલેણ, મંચ તૂટી પડતાં દટાયાં લોકો

28 January, 2024 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kalkaji Incident: જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં લગભગ 16 લોકો ઘાયલ થયા હતા અને 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના રાત્રે 12 વાગ્યાની આસપાસ બની.

મૃત્યુ માટેની પ્રતીકાત્મક તસવીર

ગઈકાલે રાત્રે દિલ્હીના કાલકાજી મંદિરમાં મોટી દુર્ઘટના (Kalkaji Incident) બની હતી. મળતી માહિતી અનુસાર જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં લગભગ 16 લોકો ઘાયલ થયા હતા અને 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.

એવા પણ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે કે કાલકાજી મંદિર (Kalkaji Incident)માં 26 જાન્યુઆરીએ ‘માતા કા જાગરણ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાત્રે લગભગ સાડા બાર વાગ્યે 1500થી વધારે લોકોની ભીડ એકઠી થઈ હતી.

આ દરમિયાન ભીડ આયોજકો અને વીઆઈપીના પરિવારજનોને બેસવા માટે બનાવેલા સ્ટેજ પર ચઢી ગઈ હતી, ત્યારબાદ સ્ટેજ નીચે પડી ગયો હતો. આ અકસ્માતમાં સ્ટેજ નીચે બેઠેલા 17 લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક મહિલાનું મોત થયું છે

Kalkaji Incident: પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં 45 વર્ષીય મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને બે લોકો ઓટોમાં મેક્સ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. જો કે હજુ સુધી મહિલાની ઓળખ થઈ શકી નથી.

પરવાનગી વગર થયું હતું આયોજન?

પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે કે કાર્યક્રમના આયોજન માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી. જો કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પોલીસે હવે આયોજકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 337/304 A/188 હેઠળ કેસ નોંધ્યો છે અને કેસની તપાસ શરૂ કરી છે. અત્યારે તો ઘાયલોને દિલ્હીની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.

ગાયક બી પ્રાકને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા 

એવા પણ અહેવાલ છે કે આ જાગરણ દરમિયાન બોલિવૂડના પ્રખ્યાત ગાયક બી પ્રાક પહોંચ્યા હતા. તેમને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ હતી. દરમિયાન મંદિર પરિસર (Kalkaji Incident)માં નાસભાગ મચી ગઈ હતી. 

ઘાયલ થયેલા 17 લોકોમાંથી 8ની જ ઓળખ થઈ

આ બાબતની પુષ્ટિ કરતા ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગેએ જણાવ્યું હતું કે ફાયર કંટ્રોલ રૂમને લગભગ 12:47 વાગ્યે માહિતી મળી હતી. કાલકાજી મંદિરમાં જાગરણનો સ્ટેજ નીચે તૂટી પડ્યો છે. તેની નીચે અનેક લોકો દટાયેલા છે. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે (Kalkaji Incident) મોકલવામાં આવી હતી. ઘાયલોની ઓળખ કમલા દેવી (60), શીલા મિત્તલ (81), સુનીતા (5), હર્ષ (21), અલકા વર્મા (33), આરતી વર્મા (18), રિશિતા (17), મનુ દેવી (32) વગેરેની ઓળખ થઈ શકી છે. અન્યોની તપાસ ચાલઈ રહી છે. બાકીના ઘાયલોની ઓળખ કરવામાં પોલીસ તંત્ર લાગેલું છે.

delhi news new delhi religious places national news india