જ્યારે નવા CJI ખન્નાના કાકાના નિર્ણયથી ઇંદિરા ગાંધી ભરાયાં ગુસ્સે અને...

11 November, 2024 06:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

જસ્ટિસ સંજીવ ખન્ના પણ પોતાનાથી પહેલાના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકેલા ડીવાય ચંદ્રચૂડની જેમ જજની ફેમિલીમાંથી આવે છે. તેમના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના દિલ્હી હાઈ કૉર્ટના જજ હતા. આ સિવાય તેમના કાકા એચઆર ખન્ના પણ સુપ્રીમ કૉર્ટના જજ રહી ચૂક્યા છે.

સંજીવ ખન્ના (તસવીર સૌજન્ય મિડ-ડે)

જસ્ટિસ સંજીવ ખન્ના પણ પોતાનાથી પહેલાના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકેલા ડીવાય ચંદ્રચૂડની જેમ જજની ફેમિલીમાંથી આવે છે. તેમના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના દિલ્હી હાઈ કૉર્ટના જજ હતા. આ સિવાય તેમના કાકા એચઆર ખન્ના પણ સુપ્રીમ કૉર્ટના જજ રહી ચૂક્યા છે.

જસ્ટિસ સંજીવ ખન્ના દેશના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે. તેમણે સવારે 10 વાગ્યે મુખ્ય ન્યાયાધીશના પદના શપથ લીધા. તે 13 મે, 2025 એટલે કે આગામી 6 મહિના સુધી દેશના મુખ્ય ન્યાયાલયનું નેતૃત્વ કરશે. જસ્ટિસ સંજીવ ખન્નાએ પણ પોતાનાથી પહેલાના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકેલા ડીવાય ચંદ્રચૂડની જેમ જજના પરિવારમાંથી આવે છે. તેમના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના દિલ્હી હાઈ કૉર્ટના જજ હતા. આ સિવાય તેમના કાકા પણ સુપ્રીમ કૉર્ટના જજ રહી ચૂક્યા છે. આ રીતે બે પેઢીઓનો ન્યાયિક વારસો જસ્ટિસ સંજીવ ખન્ના સાથે છે.

મુખ્ય ન્યાયાધીશ બનેલા સંજીવ ખન્ના પોતે કાયદાકીય ક્ષેત્રમાં 40 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. જસ્ટિસ સંજીવ ખન્નાના પરિવારના વારસાની પણ હાલમાં ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે ઈમરજન્સી દરમિયાન એડીએમ જબલપુર વિરુદ્ધ શિવકાંત શુક્લાના મામલામાં તેમના કાકા એચઆર ખન્નાએ આપેલા નિર્ણયથી ઈન્દિરા ગાંધી સરકાર નારાજ થઈ હતી. જેના કારણે તેઓ મુખ્ય ન્યાયાધીશના પદ માટે લાયક હોવા છતાં તેમને તક આપવામાં આવી ન હતી અને તેમના જુનિયરને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. આજે પણ આ નિર્ણય ન્યાયતંત્રની નિષ્પક્ષતાના મુદ્દે ચર્ચામાં છે.

શું હતો એડીએમ જબલપુર વિ શિવકાંત શુક્લા કેસ?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તાજેતરમાં આ અંગે ચર્ચા કરી હતી. 48 વર્ષ જૂના આ કેસમાં એવું શું થયું કે વકીલ શિવકાંત શુક્લાને જેલમાં મોકલવામાં આવ્યા. તેની કોઈપણ સુનાવણી વિના ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેઓ આની વિરુદ્ધ જબલપુર હાઈકોર્ટમાં ગયા તો કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો અને કહ્યું કે કોઈને પણ જીવન જીવવાના અધિકારથી વંચિત ન રાખી શકાય. પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો, જ્યાં 5 જજોની બેન્ચે પોતાનો નિર્ણય આપ્યો, જેમાંથી 4 જજોએ બહુમતીથી હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો. પરંતુ બેન્ચના એકમાત્ર જજ એચઆર ખન્નાએ અલગ નિર્ણય આપ્યો હતો.

જસ્ટિસ એચઆર ખન્નાએ નિર્ણયમાં શું કહ્યું?
તેમણે કહ્યું હતું કે બંધારણ દ્વારા આપવામાં આવેલા જીવનના અધિકાર (કલમ 21)થી કોઈને પણ વંચિત ન રાખી શકાય. આ આદેશના 42 વર્ષ પછી, સુપ્રીમ કોર્ટે પુટ્ટસ્વામી કેસ 2017માં ફરીથી વ્યક્તિગત સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરી. એવું કહેવાય છે કે જસ્ટિસ એચઆર ખન્નાનો આ અભિપ્રાય તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારને એટલો અણગમતો હતો કે ચીફ જસ્ટિસ બનવા માટે લાયક હોવા છતાં તેમની અવગણના કરવામાં આવી અને પછી તેમના જુનિયરને તક આપવામાં આવી.

chief justice of india delhi high court indira gandhi emergency national news sanjiv khanna