જાવેદ અખ્તરઃ હિજાબના પક્ષમાં નથી પણ આ કેવી મર્દાનગી છે?

10 February, 2022 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અખ્તરે આ બાબતને ખૂબ જ ખેદજનક ગણાવી છે.

જાવેદ અખ્તર. ફોટો/એએફપી

કર્ણાટકની ઉડુપી જુનિયર કોલેજમાં હિજાબને લઈને શરૂ થયેલો વિવાદ હવે દેશભરમાં ગુંજી રહ્યો છે. રાજકારણીઓથી લઈને બૉલિવૂડના તમામ સ્ટાર્સે આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. હવે પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. અખ્તરે આ બાબતને ખૂબ જ ખેદજનક ગણાવી છે.

પોતાના ટ્વિટમાં જાવેદ અખ્તરે લખ્યું- હું ક્યારેય હિજાબના પક્ષમાં નથી રહ્યો. હું હજી પણ તેની સાથે ઊભો છું, તે જ સમયે હું ગુંડાઓની નિંદા કરું છું જે છોકરીઓના નાના જૂથને ડરાવવાનો પ્રયાસ કરે છે. શું આ તેમનું "પુરુષત્વ" છે?

જાવેદ અખ્તર પહેલા રિચા ચઢ્ઢાએ પણ ટ્વીટ કર્યું હતું, બેટર પુશ યોર બોયઝ. કાયરોનું ટોળું એકલી વિદ્યાર્થીની પર હુમલો કરવામાં ગર્વ અનુભવી રહ્યું છે. તે શર્મજનક છે. આવનારા કેટલાક વર્ષોમાં તે બધા બેરોજગાર, નિરાશાહીન અને ગરીબ બની જશે. આવા માટે કોઈ સહાનુભૂતિ નથી, કોઈ મુક્તિ નથી. હું આવી ઘટનાઓ પર થૂંકું છું.

જાન્યુઆરીમાં, ઉડુપીની એ કોલેજમાં કેટલીક વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવા બદલ વર્ગમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ બાબતને લઈને એક વિદ્યાર્થીનીએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી અને હિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી માંગી. આ દરમિયાન કર્ણાટકની એક કોલેજનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં એક છોકરી હિજાબ પહેરીને કોલેજ આવે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓની ભીડ છોકરી તરફ આગળ વધે છે અને જય શ્રી રામના નારા લગાવે છે, ત્યારબાદ છોકરી પણ અલ્લાહ હો અકબર કહીને જવાબ આપે છે.

national news javed akhtar