Jammu & Kashmir: નરવાલમાં ઉપરાઉપરી બે બ્લાસ્ટ, તણાવભર્યો માહોલમાં પાંચ લોકો ઘાયલ

21 January, 2023 03:15 PM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Online Correspondent

જમ્મુ (Jammu)ના નરવાલ વિસ્તારમાં સતત શ્રેણીબદ્ધ બ્લાસ્ટ (Narwal Blast)થયા છે. વિસ્ફોટની માહિતી મળતાં જ SSP સહિત અન્ય એજન્સીઓના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ (Jammu)ના નરવાલ વિસ્તારમાં સતત શ્રેણીબદ્ધ બ્લાસ્ટ (Narwal Blast)થયા છે. તેની ચપેટમાં આવવાથી પાંચથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટની માહિતી મળતાં જ SSP સહિત અન્ય એજન્સીઓના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ગણતંત્ર દિવસ અને રાહુલ ગાંધીની મુલાકાતને કારણે જમ્મુ ડિવિઝનમાં સુરક્ષા કડક છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ડીઆઈજી શક્તિ પાઠકે પણ સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી હતી. એડીજી પોલીસ મુકેશ સિંહે સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓ પાસેથી ઘટના અંગે પૂછપરછ કરી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, નરવાલ વિસ્તારના ટ્રાન્સપોર્ટ નગરના યાર્ડ નંબર સાત અને નવમાં વિસ્ફોટ થયા હતા. પોલીસ સ્થળ પર ઉભેલા તમામ વાહનોને ત્યાંથી હટાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં ઘણી જગ્યાઓ પર મોટી માત્રામાં કચરો એકઠો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બ્રિટનના PM Rishi Sunakએ કારમાં એવી તે કઈ ભૂલ કરી કે માંગવી પડી માફી? જાણો અહીં

આ વચ્ચે વિસ્ફોટ થયા છે, જેના કારણે લોકો ઘાયલ થયા છે. એડીજીએ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં તપાસ ચાલી રહી છે.

national news jammu and kashmir