Jammu Kashmir:કિશ્તવાડના દૂરના વિસ્તારમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ ઓફિસર હતા સવાર 

04 May, 2023 12:51 PM IST  |  Jammu | Gujarati Mid-day Online Correspondent

જમ્મુ (Jammu Kashmir) ડિવિઝનના કિશ્તવાડના દૂરના વિસ્તારમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ (Kishtwar Helicopter Crash) થયું છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ (Jammu Kashmir) ડિવિઝનના કિશ્તવાડના દૂરના વિસ્તારમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ (Kishtwar Helicopter Crash) થયું હોવાની માહિતી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ત્રણ ઓફિસર હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સેનાની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

મળતી માહિતી અનુસાર, કિશ્તવાડ જિલ્લાના મારવાહ વિસ્તારમાં ગુરુવારે સવારે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને સેનાને પણ જાણ કરવામાં આવી હતી. દુર્ઘટના સાથે જોડાયેલ એક ફોટો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટર પાસે એકઠા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો: ભારતીય સેના સાઇબર યુદ્ધ માટે તૈયાર

નોંધનીય છે કે  16 માર્ચે અરુણાચલ પ્રદેશમાં બોમડિલા ચિતા હેલિકોપ્ટર ATC સાથે સંપર્ક ગુમાવ્યા પછી ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બંને પાઇલટ લેફ્ટનન્ટ કર્નલ વિનય બાનુ રેડ્ડી અને મેજર જયંતા એ માર્યા ગયા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે આ કેસમાં કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

national news indian army jammu and kashmir