ગુલમર્ગમાં હિમપ્રપાતમાં પોલૅન્ડના બે ટૂરિસ્ટ્સનાં મૃત્યુ

02 February, 2023 10:49 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘૨૧ વિદેશી નાગરિકોની ત્રણ ટીમ અને બે સ્થાનિક ગાઇડ બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ હાપથખુદ કાંગદોરીમાં સ્લોપ પર સ્કીઇંગ કરી રહ્યા હતા

ગુલમર્ગમાં ગઈ કાલે આ જગ્યાએ હિમપ્રપાત ત્રાટક્યો હતો.

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં ગુલમર્ગના ઊંચાણવાળા વિસ્તારમાં ગઈ કાલે વ્યાપક હિમપ્રપાતના કારણે પોલૅન્ડના બે ટૂરિસ્ટ્સનાં મૃત્યુ થયાં હતાં. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘૨૧ વિદેશી નાગરિકોની ત્રણ ટીમ અને બે સ્થાનિક ગાઇડ બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ હાપથખુદ કાંગદોરીમાં સ્લોપ પર સ્કીઇંગ કરી રહ્યા હતા ત્યારે ઓચિંતા તેઓ હિમપ્રપાતની ઝપેટમાં આવી ગયા હતા. સ્કી સ્લોપ્સ માટે ફેમસ અફરાવત પ્રદેશના બરફથી ઢંકાયેલા ઊંચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા ૧૯ વિદેશી નાગરિકોને બારામુલ્લા જિલ્લા પોલીસની ટીમો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

national news jammu and kashmir poland srinagar gulmarg