જગન્નાથ પુરી રથ યાત્રામાં મોટી હોનારત: ફટાકડાના ઢગલામાં આગ લગતા અનેક ઘાયલ

30 May, 2024 11:59 AM IST  |  Puri | Gujarati Mid-day Correspondent

Jagannath Puri Firecracker Blast: આ ઘટના અંગે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે દુઃખ વ્યક્ત કર્યું હતું

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)

ઓડિશાના પુરીમાં બુધવારે મોડી રાત્રે ભયાનક હોનારત બની હતી. પુરીમાં વિશ્વની સૌથી વિખ્યાત ભગવાન જગન્નાથ મંદિરની (Jagannath puri Firecracker Blast) એક યાત્રા દરમિયાન ફટાકડાને લીધે મોટો વિસ્ફોટ થયો હતો જેમાં અનેક લોકો દાઝી ગયા હતા. આ ઘટના જગન્નાથના મંદિરની ચંદન યાત્રા ઉત્સવ દરમિયાન બની હતી.

મળેલી માહિતી મુજબ ભગવાન જગન્નાથ મંદિરની ચંદન યાત્રા ઉત્સવમાં હજારો લોકો સામેલ થયા હતા હતા. પુરીમાં નરેન્દ્ર પુસ્કરિણી સરોવર કિનારે ચંદન યાત્રાની વિધિ જોવાના માટે અહીં લોકો જમા થયા હતા. યાત્રામાં (Jagannath puri Firecracker Blast) લોકો ખૂબ જ ઉત્સાહિતથી સામેલ થયા હતા અને તેમાં ફટાકડા સાથે વાજતે ગાજતે યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન યાત્રાના માર્ગમાં રાખવામાં આવેલા ફટાકડાના ઢગલાને અચાનકથી આગ લગતા મોટો વિસ્ફોટ થયો અને તે બાદ બધા ફટાકડા એક પછી એક ફૂટવા મધ્ય હતા. આ વિસ્ફોટની ઝપેટમાં લગભગ 15 લોકો આવી ગયા હતા.

આ ઘટના અંગે પોલીસે આપેલી માહિતી મુજબ યાત્રા દરમિયાન ભક્તો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે આગની એક ચિંકારી ફટાકડાના ઢગલા પર પડી અને તેમાથી વિસ્ફોટ (Jagannath puri Firecracker Blast) થયો. વિસ્ફોટ બાદ સળગતા ફટાકડા યાત્રામાં સામેલ થયેલા અમુક લોકો પર પડ્યા જોકે અમુક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે નજીકના એક કુંડમાં કૂદી ગયા હતા. આ ભયાવહ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને જિલ્લાની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી ચાર લોકોની હાલત ગંભીર છે.

અહેવાલ મુજબ પુરી ચંદન રથ યાત્રામાં ફટાકડામાં થયેલા વિસ્ફોટની ઘટનામાં એક વ્યકતીનું મૃત્યુ થયું છે અને એક 15 વર્ષના છોકરા સહિત ત્રણ લોકો આગને લીધે ગંભીર રીતે દાઝી ગયા હતા અને હવે તેમના પર હૉસ્પિટલ સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટના અંગે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમ જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને સંબંધિત અધિકારીઓને ઘાયલ લોકોને યોગ્ય સારવાર આપવામાં આવે તેવો આદેશ પણ આપ્યો હતો.

X પર તેમણે લખ્યું કે ઘટનામાં ઘાયલોની સંપૂર્ણ સારવારનો ખર્ચ મુખ્ય પ્રધાન રાહત નિધિમાંથી કરવામાં આવશે. સરકાર સીએમ રિલિફ ફંડમાંથી ઘાયલ લોકોને મદદ આપશે. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રમાણે પણ આ ઘટનાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, "પુરી ચંદન યાત્રા દરમિયાન નરેન્દ્ર પુસ્કરિણી દેવીઘાટ પર થયેલી આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાની ખબર સાંભળીને મને દુઃખ થયું છે. ભગવાનના આશીર્વાદથી, મારી પ્રાર્થના છે કે જે લોકો સારવાર લઈ રહ્યા છે તેઓ જલદી સાજા થઈને ઘરે પરત ફરે."જોકે આ ઘટના પાછળ કોણ જિમ્મેદાર હતું તે બાબતે હવે સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે, જેથી ઘટના બાબતે વધુ માહિતી મળ્યા બાદ જ તપાસના આદેશ આપવામાં આવશે, એવું સૂત્રોએ કહ્યું હતું.

odisha national news videos video jagannath puri