16 November, 2022 05:02 PM IST | Jabalpur | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્યપ્રદેશના (Madhya Pradesh) જબલપુર રિસૉર્ટમાં (Jabalpur Resort) 25 વર્ષની છોકરીની હત્યાનો (Murder) આરોપી (Accused) પાંચ દિવસ પછી પણ પોલીસની ધરપકડથી (Away from Police arrest) દૂર છે. જો કે, આ દરમિયાન લગભગ તે દરરોજ સોશિયલ મીડિયા (Social Media Post) પર પોસ્ટ કરી પોલીસને (Police) પડકાર આપી રહ્યો છે, પણ લાખોનું ઈનામ જાહેર કર્યા છતાં પોલીસના હાથ આરોપીથી દૂર છે.
જબલપુરના મેખલા રિસૉર્ટમાં થઈ યુવતીની હત્યા બાદ આરોપી અભિજીત પાટીદાર ઇન્સ્ટાગ્રામ આઇડીથી પોલીસને સતત ચેલેન્જ કરી રહ્યો છે. મૃતકની આઇડીથી તે પાંચ પોસ્ટ અને એક વીડિયો પણ શૅર કરી ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાવમાં આવેલા અને ચોંકાવનારા વીડિયોમાં, અભિજીત કહે છે, `બેવફાઈ નહીં કરવાની.` ત્યાર બાદ તે પથારી પરથી ધાબડો ઉઠાવે છે. જેની નીચે મહિલાની લાશ હતી. હત્યાના બીજા દિવસે તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, "આઇ લવ યૂ બાબૂ, સ્વર્ગ મેં મિલેંગે... સૉરી બાબૂ."
એક અન્ય વાયરલ વીડિયોમાં, પોતાને પટનાનો વેપારી જણાવતા, અભિજીતે પોતાના બિઝનેસ પાર્ટનર તરીકે જિતેન્દ્ર કુમારનું નામ લીધું અને આરોપ મૂક્યો છે કે મહિલા તે બન્ને સાથે સંબંધ હતા. અભિજીતે દાવો કર્યો છે કે મહિલાએ જિતેન્દ્ર પાસેથી લગભગ 12 લાખ રૂપિયા ઉધાર લીધા હતા અને જબલપુર ભાગી ગઈ હતી. તેણે કહ્યું કે જિતેન્દ્રના કહેવા પર જ તેણે મહિલાની હત્યા કરી.
અભિજીતે જિતેન્દ્રના સહયોગી સુમિત પટેલનું પણ નામ લીધું છે. પોલીસ પ્રમાણે જિતેન્દ્ર અને સુમિત બન્નેની બિહારથી ધરપકડ કરવામાં આવી છે અને જબલપુર પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. એડિશ્નલ એસપી શિવેશ સિંહ બઘેલે કહ્યું, "અમે ડિટેલ્સ સાઈબર ટીમ પાસે માગી છે. શક્ય છે કે પોસ્ટ કરનાર કોઈ ઓળખીતું હોય કાં તો આરોપી પણ હોઈ શકે છે."
આ પણ વાંચો : પંદર દિવસ પહેલાં આફતાબે પેરન્ટ્સને વસઈથી કરાવ્યા શિફ્ટ
આરોપી પોતાને ક્યારેક પટના તો ક્યારેક ગુજરાતનો જણાવે છે, પણ પોલીસ પ્રમાણે તેણે માત્ર હત્યા જ નહીં, પણ જબલપુરમાં તેણે વેપારીઓ પાસેથી લાખોની ઠગી પણ કરી છે. એક ટેક્સી ચલાવનારને પણ તેણે છોડ્યો નથી. ઘટના બાદ આરોપી 5 ઠેકાણાં બદલી ચૂક્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે 4 ટીમ બનાવી છે. તે પોલીસના પહોંચતા પહેલા જ ફરાર થઈ જાય છે. યુવતીના જ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તસવીરો વીડિયોઝ પણ શૅર કરી રહ્યો છે.