07 April, 2023 12:35 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી ફાઇલ તસવીર
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે બૅન્ગલોરમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નવેસરથી હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને વડા પ્રધાનની વિરુદ્ધ કોઈ આધાર વિનાના આરોપો મૂકવાની આદત છે. અદાણીના મુદ્દાને લઈને સંસદના બજેટ સેશનમાં ખૂબ હંગામો મચ્યો હતો ત્યારે સીતારમણે કહ્યું હતું કે ‘જો રાહુલ ગાંધી વિચારતા હોય કે ગૌતમ અદાણીને સરકારી સંસાધનો આપવામાં આવ્યાં છે તો એ વાત સાચી નથી. કેરલામાં કૉન્ગ્રેસની સરકારે જ અદાણીને વિઝિનજમ બંદર થાળીમાં સજાવીને આપ્યું હતું. કોઈ પણ ટેન્ડરના આધારે એ નહોતું આપવામાં આવ્યું. રાજસ્થાનમાં સમગ્ર સોલર પ્રોજેક્ટ અદાણીને આપવામાં આવ્યો છે. એ કૅન્સલ કરતા રાહુલ ગાંધીને કોણ અટકાવે છે? ’