IT Raid: કૉંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઠેકાણેથી મળ્યો `કુબેરનો ખજાનો`, ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

10 December, 2023 06:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુ (Dheeraj Sahu)ના ઘરેથી 300 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી છે. આવકવેરા વિભાગે ઘણા દિવસોથી સાહુ સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડીને રોકડ જપ્ત કરી છે

પ્રતીકાત્મક તસવીર

કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુ (Dheeraj Sahu)ના ઘરેથી 300 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી છે. આવકવેરા વિભાગે ઘણા દિવસોથી સાહુ સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડીને રોકડ જપ્ત કરી છે. હવે આ મામલે ભાજપે કૉંગ્રેસ પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે. ભાજપે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કાયદો ધીરજ સાહુને જવાબદાર ઠેરવશે અને તેમનો પીછો છોડશે નહીં.

આવકવેરા વિભાગે (IT Raid) ઓડિશાના બાલાંગિરમાં ધીરજ સાહુના ભાઈની માલિકીની ડિસ્ટિલરી કંપનીના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન વિભાગે રૂ. 300 કરોડથી વધુની રોકડ વસૂindiaલ કરી હતી. હાલમાં, વિભાગનું સર્ચ ઓપરેશન છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે. રવિવારે સવારે નોટો ગણવા માટે નવા મશીનો મગાવવામાં આવ્યા છે. શરૂઆતમાં, છાજલીઓમાં ભરેલી નોટો ગણવા માટે મશીનોની અછત હતી. કેટલાક મશીનો તુટી જવાના સમાચાર પણ આવ્યા હતા.

`તમે દોડીને થાકી જશો, પરંતુ કાયદો તમને છોડશે નહીં`: ભાજપ

તે જ સમયે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “ભાઈ, તમારે પણ અને તમારા નેતા રાહુલ ગાંધીને જવાબ આપવો પડશે. આ છે નવું ભારત, અહીં શાહી પરિવારના નામે લોકોનું શોષણ થવા દેવામાં આવશે નહીં. દોડીને તમે થાકી જશો, પણ કાયદો તમને છોડશે નહીં. જો કૉંગ્રેસ ભ્રષ્ટાચારની ગેરંટી છે તો મોદીજી ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીની ગેરંટી છે, જનતા પાસેથી લૂંટાયેલો એક-એક પૈસો પાછો આપવો પડશે.”

ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી કાર્યવાહી

વાસ્તવમાં, ઇન્કમટેક્સે બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડના પરિસરમાં દરોડા પાડ્યા છે અને 300 કરોડથી વધુની રોકડ રિકવર કરી છે. તેને અપેક્ષા છે કે જપ્ત કરવામાં આવનાર કુલ રકમ રૂ. 350 કરોડથી વધુ હોઈ શકે છે. સાહુ પરિવાર દેશી દારૂનું ઉત્પાદન કરતી ડિસ્ટિલરી ધરાવે છે. વિભાગે દારૂના ધંધાર્થીઓ તેમ જ તેની સાથે સંકળાયેલા લોકોના ઘર અને ઘરની પણ સર્ચ કરી છે.

આવકવેરા વિભાગને દારૂના વિતરકો, વિક્રેતાઓ અને વેપારી જૂથો દ્વારા કરવામાં આવતી ગેરરીતિઓ અને રોકડ સંબંધિત ગુપ્ત માહિતી મળી હતી, જેના પછી દરોડા પાડવામાં આવ્યા હતા. રૂા. 300 કરોડમાંથી રૂા. 250 કરોડ બોલાંગીરમાં કંપનીના પરિસરમાં અનેક કબાટોમાંથી મળી આવ્યા છે.

મહિલાઓ, જોજો તમારામાં કોઈ ભાગલા ન પડાવી જાય : પીએમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અભિયાન હેઠળ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. મોદીએ મહિલાઓ સાથેની વાતચીત દરમ્યાન તેમને ભાગલાવાદી રાજકારણ સામે ચેતવણી આપતાં કહ્યું હતું કે, “તેઓ એક ‘મોટી જાતિ’ છે અને કોઈ પણ પ્રકારના પડકારનો સામનો કરી શકે એમ છે. દેશમાં કેટલાક લોકો મહિલાઓને અલગ-અલગ જાતિઓમાં વહેંચવાનો પ્રયાસ કરે છે, પણ તમારે આ બાબતે સતર્ક રહેવાની જરૂર છે.”

congress bharatiya janata party india national news