16 March, 2023 05:07 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુરુવારે લંડનમાં આપવામાં આવેલા પોતાના નિવેદનને લઈને થતાં વિવાદ પર વાત કરી. હકિકતે, ઉક્ત નિવેદનને લઈને થતા વિવાદને કારણે સદનમાં તેમના સંબોધન દરમિયાન ખૂબ જ હોબાળો થયો, જેના પછી કાર્યવાહી સ્થગિત કરવી પડી. આ સંબંધે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં બોલવું મારો અધિકાર છે, આશા છે કે કાલે બોલવા આપશે.
રાહુલ ગાંધીએ કહ્યું, "અમારી સરકાર વિપક્ષના કોઈપણ વિચાર પર સદનમાં ચર્ચાની પરવાનગી નથી આપતી. ઘણીવાર સંસદમાં બોલવા માટે ઊભો થયો તો મારું માઇક બંધ કરી દેવામાં આવ્યું. આ એ ભારત નથી જેના આપણે બધા આદી છીએ."
કૉંગ્રેસ નેતાએ કહ્યું, "આજે મેં સ્પીકરને કહ્યું કે હું સંસદમાં મારી વાત રજૂ કરવા માગું છું. સરકારના ચાર મંત્રીઓએ મારા પર આરોપ મૂક્યો છે તો મને પણ સ્પષ્ટતા આપવાનો હક છે. આજે મારા આવ્યાની એક મિનિટમાં હાઉસ એડજર્ન થઈ ગયું. આશા છે કે મને કાલે બોલવા આપશે."
તેમણે કહ્યું, "હું જે પીએમ અને અદાણીજી વિશે બોલ્યો તેને સંપૂર્ણ એક્સપંજ કરી દેવામાં આવ્યો. આ સંપૂર્ણય ડાયવર્સનરી ટેક્ટિસ છે. મને શંકા છે કે મને સંસદમાં બોલવા દેવામાં આવશે. હું સાંસદ છું, મારી પહેલી જવાબદારી, સંસદમાં બોલવાની છે."
આ પણ વાંચો : સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય અક્ષય કુમારની OMG2, ખેલાડીએ કરી ઓટીટીની પસંદગી
જણાવવાનું કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ભારતીય લોકતંત્રને લઈને લંડનમાં આપવામાં આવેલા તાજેતરના નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના હોબાળા અને વિપક્ષી દળો દ્વારા અદાણી-હિંડનબર્ગ કેસમાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે તપાસ કરાવવાની માગને લઈને કરવામાં આવેલા હોબાળાને કારણે સંસદમાં બન્ને સદનની કાર્યવાહી ગુરુવારે સતત ચોથા દિવસે બાધિત થઈ, અને કાર્યવાહી શરૂ થવાની થોડીક જ વારમાં બપોરે 2 વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી.