ચન્દ્રયાન-૩ના લૅન્ડર અને રોવરને જગાડવા ઇસરોએ કરી કોશિશ, પણ સિગ્નલ્સ ન મળ્યાં

23 September, 2023 01:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇસરોએ ગઈ કાલે જણાવ્યું હતું કે એણે એના મિશન ચન્દ્રયાન-૩ના લૅન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન જાગી ગયા છે કે નહીં એની ખાતરી કરવા માટે એમની સાથે કમ્યુનિકેશન સ્થાપવા માટે કોશિશ કરી હતી.

ફાઈલ ફોટો

બૅન્ગલોર (પી.ટી.આઇ.)ઃ ઇસરોએ ગઈ કાલે જણાવ્યું હતું કે એણે એના મિશન ચન્દ્રયાન-૩ના લૅન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન જાગી ગયા છે કે નહીં એની ખાતરી કરવા માટે એમની સાથે કમ્યુનિકેશન સ્થાપવા માટે કોશિશ કરી હતી. જોકે હજી સુધી તેમના તરફથી કોઈ સિગ્નલ્સ મળ્યા નથી. લૅન્ડર અને રોવરને આ મહિનાની શરૂઆતમાં સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યાં હતાં. ઇસરોએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર જણાવ્યું હતું કે લૅન્ડર અને રોવર સાથે કૉન્ટૅક્ટ કરવાના પ્રયાસો સતત ચાલુ રહેશે. ચન્દ્ર પર પરોઢ પડવાની સાથે જ ઇસરોએ લૅન્ડર અને રોવરની સાથે કમ્યુનિકેશન સ્થાપવાની કોશિશ કરી હતી. જેથી લૅન્ડર અને રોવર સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ્સ કરતાં રહે.

સોમવારથી નૈઋત્યનું ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે

નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ ભારતીય હવામાન વિભાગે ગઈ કાલે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી ૨૫મી સપ્ટેમ્બરની આસપાસથી 
નૈઋત્ય ચોમાસાની પીછેહઠની શરૂઆત થાય એવી શક્યતા છે. 
સામાન્ય રીતે નૈર્ઋત્ય ચોમાસાની પહેલી જૂન સુધીમાં કેરલામાંથી શરૂઆત થાય છે અને આઠમી જુલાઈ સુધીમાં સમગ્ર દેશને કવર કરે છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી એની પીછેહઠની ૧૭મી સપ્ટેમ્બરે શરૂઆત થાય છે અને ૧૫મી ઑક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે વિદાય લે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ‘આગામી પાંચ દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય ભારતમાં સતત વરસાદ ઓસરતો જશે. ૨૫મી સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાંથી નૈર્ઋત્ય ચોમાસું પાછું ખેંચાય એના માટે પરિસ્થિતિ અનુકૂળ થઈ રહી છે.’

chandrayaan 3 isro indian space research organisation national news