Chandrayaan-3: ISROએ જાહેર કરી વિક્રમ લેન્ડરની નવી તસવીરો

09 September, 2023 06:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Chandrayaan-3: ઈસરોએ ચંદ્રયાન-3ના લેન્ડરની તસવીરો શૅર કરી છે. આ તસવીરો ચંદ્રની કક્ષા પર ફરતાં ચંદ્રયાન-2ના ડ્યુઅલ-ફ્રીક્વેન્સી સિન્થેટિક એપર્ચર રડાર (DFSAR) ઉપકરણે છ સપ્ટેમ્બર, 2023ના રોજ લીધી હતી.

તસવીર સૌજન્ય ઈસરો - ટ્વિટર

Chandrayaan-3: ઈસરોએ ચંદ્રયાન-3ના લેન્ડરની તસવીરો શૅર કરી છે. આ તસવીરો ચંદ્રની કક્ષા પર ફરતાં ચંદ્રયાન-2ના ડ્યુઅલ-ફ્રીક્વેન્સી સિન્થેટિક એપર્ચર રડાર (DFSAR) ઉપકરણે છ સપ્ટેમ્બર, 2023ના રોજ લીધી હતી.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ ચંદ્રયાન-3 લેન્ડરની તસવીરો શૅર કરી છે. આ તસવીરો ચંદ્રની કક્ષા પર ફરતા ચંદ્રયાન-2ના ડ્યુઅલ-ફ્રીક્વેન્સી સિન્થેટિક એપર્ચર રડાર (ડીએફએસએઆર) ઉપકરણે છ સપ્ટેમ્બર, 2023ના રોજ લીધી હતી. વિક્રમ લેન્ડર 23 ઑગસ્ટના સાંજે છ વાગીને ચાર મિનિટ પર ચંદ્રની સતહ પર ઉતર્યો હતો.

અંતરિક્ષ એજન્સીએ પોતાના નિવેદનમાં માહિતી આપી છે કે ડીએફએસએઆર ચંદ્રયાન-2 ઑર્બિટર પર લાગેલું એક પ્રમુખ વૈજ્ઞાનિક ઉપકરણ છે. આ એલ અને એસ બેન્ડ્સમાં માઈક્રોવેવનો ઉપયોગ કરે છે. આ અત્યાધુનક ઉપકરણ હાલમાં કોઈપણ ગ્રહ મિશન પર સૌથી સારું રિઝૉલ્યૂૂશન પોલારિમેટ્રિક તસવીરો રજૂ કરે છે. ડીએફએસએઆર છેલ્લા ચાર વર્ષથી ચંદ્રની સતહથી ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટાને પ્રસારિત કરે છે.

નાસાએ પણ શૅર કરી હતી વિક્રમ લેન્ડરની તસવીર
આ પહેલા તાજેતરમાં જ અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ પણ ચંદ્રયાન-3ના લેન્ડરની તસવીરો શૅર કરી હતી. આ તસવીર ચંદ્રની કક્ષામાં ફરતા તેના લૂનર રિકૉનિસેન્સ ઑર્બિટર (એલઆરઓ)એ 27 ઑગસ્ટે લીધી હતી. ઇસરોએ પણ પાંચ સપ્ટેમ્બરના સાંજે વિક્રમ લેન્ડરની 3D તસવીરો શૅર કરી હતી. એજન્સીએ પોતાની ટ્વિટર પોસ્ટમાં લખ્યું હતું, આને જોવાનો આનંદ રેડ અને સિયાન રંગના 3D ગ્લાસથી આવશે. આ તસવીર પ્રજ્ઞાન રોવરે લેન્ડરથી 15 મીટરના અંતરથી ક્લિક કરી હતી.

ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પહેલો દેશ
જણાવવાનું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાના લેન્ડરને ઉતારનાર ભારત પહેલો દેશ છે. ઈસરોએ 23 ઑગસ્ટે આની સફળતાપૂર્વ લેન્ડિંગ કરાવી હતી. જો કે, ઉત્તર ધ્રુવ પર પહેલા રશિયા, અમેરિકા અને ચીન પોતાના યાન ઉતારી ચૂક્યા છે. અંતરિક્ષના ક્ષેત્રમાં ઈસરોની આ સફળતાને મોટી કામયાબી માનવામાં આવે છે.

અંધારામાં તસવીર લેનારું ખાસ યંત્ર DFSAR
DFSAR એક ખાસ યંત્ર છે, જે રાતના અંધારામાં હાઈ રિઝૉલ્યૂશન પોલેરીમેટ્રિક મોડમાં તસવીરો લે છે. એટલે કે અંધારામાં ધાતુઓમાંથી નીકળનારી હીટ અને પ્રકાશને પકડી લે છે. પછી તે પ્રાકૃતિક રીતે ત્યાં રહેલી કોઈ ધાતુ હોય કે માણસ દ્વારા ધાતુઓથી નિર્મિત કોઈ વસ્તુ.

આ પહેલા પણ ચંદ્રયાન-2 ઑર્બિટરે લીધી હતી
Chandrayaan-2ના ઑર્બિટરે 25 ઑગસ્ટ 2023ના રોજ પણ ચંદ્રયાન-3ની તસવીર લીધી હતી. આ બે તસવીરોનું કૉમ્બિનેશન હતી. જેમાં ડાબી તરફવાળી તસવીરની જગ્યા ખાલી છે. જમણી તરફની તસવીરમાં લેન્ડર ચંદ્રની સપાટી પર દેખાય છે. આ તસવીરોમાં લેન્ડરને ઝૂમ કરીને ઇનસેટમાં બતાવવામાં આવી હતી. ચંદ્રયાન-2માં ઑર્બિટર હાઈ રિઝૉલ્યૂશન કેમેરા (OHRC) લાગેલું છે.

બન્ને તસવીરો લેન્ડિંગવાળા દિવસે લેવામાં આવી હતી. ડાબી તરફની પહેલી તસવીર 23 ઑગસ્ટની બપોરે બે વાગીને 28 મિનિટે લેવામાં આવી હતી, જેમાં ચંદ્રની સપાટી પર કોઈ લેન્ડર નથી દેખાતું. બીજી તસવીર 23 ઑગસ્ટની રાતે 10 વાગીને 17 મિનિટે લેવામાં આવી હતી. જેમાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરેલું દેખાઈ રહ્યું છે.

chandrayaan 3 isro indian space research organisation national news