17 October, 2022 09:20 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ રિયલ એસ્ટેટ કંપની આઇરિયો પ્રાઇવેટ લિમિટેડ, એના મૅનેજિંગ ડિરેક્ટર-કમ-વાઇસ પ્રેસિડન્ટ લલિત ગોયલ, પેટાકંપનીઓ અને આ કંપનીમાં મહત્ત્વનાં પદો પર રહેલી વ્યક્તિઓની ૧૩૧૭. ૩૦ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે.
પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ આ પ્રૉપર્ટીઝ ટાંચમાં લેવામાં આવી છે. ટાંચમાં લેવામાં આવેલી પ્રૉપર્ટીઝમાં જમીન, કમર્શિયલ પ્રૉપર્ટી, પ્લૉટ, મકાનો અને બૅન્ક અકાઉન્ટ્સનો સમાવેશ થાય છે.
ઈડીએ આઇરિયો પ્રાઇવેટ લિમિટેડ, એની પેટા કંપનીઓ, એના ડિરેક્ટર્સ તેમ જ મહત્ત્વનાં પદો પર રહેલી વ્યક્તિઓની વિરુદ્ધ ગુરુગ્રામ, પંચકુલા, લુધિયાણા અને દિલ્હીમાં જુદાં-જુદાં પોલીસ સ્ટેશનોમાં દાખલ કરવામાં આવેલી ૩૦ ફરિયાદોને આધારે તપાસ શરૂ કરી હતી.
ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે આ વ્યક્તિઓએ ફ્લૅટ્સ, પ્લૉટ અને કમર્શિયલ પ્રૉપર્ટી આપવાનું વચન આપીને નિર્દોષ લોકોની સાથે છેતરપિંડી કરી છે. આ લોકોએ ગ્રાહકોને ન તો તેમના પ્રોજેક્ટ્સ આપ્યા છે કે ન તો તેમના રૂપિયા પાછા આપ્યા છે.