IRCTCનો નવો નિયમ, હવે નહીં મળે મનગમતી સીટ, લોઅર બર્થ માટે આવ્યો નવો નિયમ

17 April, 2023 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય રેલવેએ આને લઈને એક આદેશ જાહેર કરી દીધો છે. આદેશ પ્રમાણે ટ્રેનની નીચલી બર્થ કેટલીક કેટેગરીના લોકો માટે રિઝર્વ રહેશે. જાણો અહીં કે કયા લોકોને આ સુવિધા મળશે, કયા લોકોને ટ્રેનની નીચલી સીટ મળશે?

પ્રતીકાત્મક તસવીર

ટ્રેનથી દરરોજ લાખો લોકો પ્રવાસ કરે છે. એવામાં ગમતી સીટ માટે લોકો મહિનાઓ પહેલાથી જ ટિકિટનું બુકિંગ શરૂ કરી દે છે. મોટાભાગના લોકોની પહેલી પસંદ લોઅર બર્થ કે સાઈડ લોઅર બર્થ જ હોય છે, પણ હવે રેલવેના નવા નિયમ પ્રમાણે તે લોઅર બર્થની સીટ બુક નહીં કરી શકે. ભારતીય રેલવેએ આને લઈને એક આદેશ જાહેર કરી દીધો છે. આદેશ પ્રમાણે ટ્રેનની નીચલી બર્થ કેટલીક કેટેગરીના લોકો માટે રિઝર્વ રહેશે. જાણો અહીં કે કયા લોકોને આ સુવિધા મળશે, કયા લોકોને ટ્રેનની નીચલી સીટ મળશે?

નીચલી બર્થ દિવ્યાંગ માટે આરક્ષિત
જણાવવાનું કે ભારતીય રેલવેએ ટ્રેનની નીચલી બર્થ દિવ્યાંગ કે શારીરિક રીતે અક્ષમ લોકો માટે રિઝર્વ કરવામાં આવ્યો છે. તેમની યાત્રાને વધુ સુવિધાજનક બનાવવા માટે ભારતીય રેલવેએ આ મોટો નિર્ણય લીધો છે.

આ રીતે થશે સીટની વહેંચણી
રેલવે બૉર્ડના આદેશ પ્રમાણે સ્લીપર ક્લાસમાં દિવ્યાંગો માટે 4, નીટેની 2, વચ્ચેની 2, થર્ડ એસીની 2, ઈકોનૉમીની 2 સીટને આરક્ષિત રાખવામાં આવી છે. આ સીટ પર તે અને તેમની સાથે પ્રવાસ કરનારા લોકો બેસી શકશે. જ્યારે ગરીબ રથ ટ્રેનમાં 2 નીચલી અને 2 ઉપરની સીટો વિકલાંગો માટે રિઝર્વ રહેશે. જો કે, તેમને આ સીટનું આખું ભાડું આપવાનું રહેશે.

રેલવે સીનિયર સિટીઝનને વગર માગ્યે આપશે સીટ
જણાવવાનું કે, આમના સિવાય ભારતીય રેલવે સીનિયર સિટીઝન એટલે કે વૃદ્ધોને વગર માગ્યે લોઅર બર્થ મળશે. સ્લીપર ક્લાસમાં 6થી 7 લોઅર બર્થ, દર થર્ડ એસી કોચમાં 4-5 લોઅર બર્થ, દરેક સેકન્ડ એસી કોચમાં 3-4 લોઅર બર્થ ટ્રેનમાં 45 વર્ષ અથવા તેનાથી વધુ ઊંમરના લોકો અને ગર્ભવતી મહિલાઓ માટે પણ સુવિધા આપવામાં આવશે. તેમને કોઈપણ વિકલ્પની પસંદગી વગર સીટ મળી જાય છે.

આ પણ વાંચો : માનકોલી ખાતે પાઈપલાઈન ફાટ્યા બાદ થાણેમાં ફરી 24 કલાકનો પાણી કાપ

ટીટી ઑનબૉર્ડ ચેન્જ કરી શકે છે સીટ
તો, જો કોઈ વરિષ્ઠ નાગરિક, દિવ્યાંગ કે ગર્ભવતી મહિલાને ઉપરની સીટ પર ટિકિટ બુકિંગ આપવામાં આવે છે તો ટીટીને ઑનબૉર્ડ ટિકિટ ચેકિંગ દરમિયાન તેમને નીચેની સીટ આપવાની જોગવાઈ છે.

national news indian railways western railway central railway railway budget