જહાજમાં ફસાયેલા 17 ભારતીયો સાથે ટૂંક સમયમાં અધિકારીની મુલાકાત,ઈરાનનો મોટો નિર્ણય

15 April, 2024 11:57 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

ઈરાને ઇઝરાઈલી અરબપતિના માલવાહક જહાજને પોતાના કબજે લઈ લીધો હતો. આ જહાજમાં 17 ભારતીયો પણ હતા. આ લોકોના સુરક્ષિત આવવા માટે વિદેશ મંત્રી જયશંકરે ગઈકાલે પોતાના ઈરાની સમકક્ષ સાથે વાત કરી હતી.

એસ જયશંકર (ફાઈલ તસવીર)

Iran-Israel Conflict: ઈરાને ઇઝરાઈલી અરબપતિના માલવાહક જહાજને પોતાના કબજે લઈ લીધો હતો. આ જહાજમાં 17 ભારતીયો પણ હતા. આ લોકોના સુરક્ષિત આવવા માટે વિદેશ મંત્રી જયશંકરે ગઈકાલે પોતાના ઈરાની સમકક્ષ સાથે વાત કરી હતી.

ઇઝરાઇલ-ઈરાન તાણ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. ઈરાની વિદેશ મંત્રી હુસેન અમીર અબ્દુલ્લાહિયાને જાહેરાત કરી છે કે તેહરાન ટૂંક સમયમાં જ ભારતના અધિકારીઓને તેના 17 લોકો સાથે મુલાકાત કરવાની પરવાનગી આપશે. હકીકતે, ઈરાનની નૌસેનાએ તાજેતરમાં જ ઇઝરાઇલના અરબપતિ ઈયાન ઑફરનો માલવાહક જહાજ પોતાને કબજે લીધો હતો. આ જહાજમાં 17 ભારતીયો પણ હતા. આ લોકોના સુરક્ષિત પાછા આવવા માટે ગઈ કાલે ભારતીય વિદેશ મંત્રીએ ઈરાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી હતી.

આ છે માામલો
ઈરાનની નૌસેનાએ હોર્મુજ જલડમરૂમધ્ય નજીક ઓમાનની ખાડીમાં ભારત તરફ આવતા ઇઝરાઇલી અરબપતિના આ જહાજને પોતાને તાબે તઈ લીધો હતો. આ જહાજમાં 17 ભારતીયો પણ હતા. સૌથી પહેલા હેલીકૉપ્ટરથી ઇઝરાઈલી જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ઈરાનની નૌસેનાએ આ જહાજ પર કબજો મેળવ્યો હતો, આ જહાજનું નામ એમએસસી એરીઝ છે અને તેને છેલ્લે ગયા શુક્રવારે દુબઈથી હોર્મુઝ તરફ જતો જોવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જહાજે પોતાનો ટ્રેકિંગ ડેટા બંધ કર્યો હતો. ઇઝરાઈલના જહાજો દ્વારા આ ક્ષેત્રમાંથી પસાર થતી વખતે ઘણીવાર ટ્રેકિંગ ડેટા બંધ કરી દેવામાં આવે છે. (Iran-Israel Conflict)

તેહરાનને પણ કરી મદદની અરજી
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રવિવારે રાત્રે ઈરાનના વિદેશ મંત્રી એચ. અમીરાદોલ્લાહિયન અને ઈઝરાઇલના વિદેશ મંત્રી ઈઝરાઇલ કાત્ઝ સાથે ફોન પર વાત કરી હતી. રવિવારે સાંજે થયેલી વાતચીતમાં ઈરાન-ઈઝરાયલ સંઘર્ષના કારણે સર્જાયેલી સ્થિતિ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ઈરાન દ્વારા કબજે કરવામાં આવેલા જહાજ પર હાજર 17 ભારતીયોની સુરક્ષિત પરત ફરવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ સાથે તહેરાન પાસેથી મદદ મળે તે માટે વિનંતી કરવામાં આવી હતી.

વહેલી તકે બેઠક યોજવામાં આવશે
હવે એક દિવસ પછી, ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે તેમની સરકાર જપ્ત કરાયેલા કાર્ગો જહાજ સાથે સંબંધિત વિગતો પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ભારત સરકારના પ્રતિનિધિઓની ક્રૂ સાથે જલદીથી એક બેઠકનું આયોજન કરવામાં આવશે.

ઈરાને ઈઝરાઇલ પર 330 મિસાઈલો છોડી હતી
Iran-Israel Conflict: હકીકતમાં, 1 એપ્રિલના રોજ, ઇઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાનના રાજદ્વારી મિશન પર હવાઈ હુમલો કર્યો હતો. હુમલામાં બે ટોચના ઈરાની કમાન્ડર માર્યા ગયા હતા. તેના જવાબમાં ઈરાને શનિવારે મોડી રાત્રે ઈઝરાઇલ પર 330 મિસાઈલો છોડી હતી. આ દરમિયાન ડ્રોન હુમલા પણ કરવામાં આવ્યા હતા.

ઈરાનના વિદેશ મંત્રીએ ગાઝામાં યુદ્ધ તેમજ પેલેસ્ટિનિયન એન્ક્લેવમાં ઈઝરાઇલના આક્રમણને રોકવા માટે યુએન સિક્યુરિટી કાઉન્સિલ સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ભારતની સતત ભૂમિકાની હાકલ કરી હતી. તેમણે ગાઝામાં કાયમી યુદ્ધવિરામ અને ભૂમધ્ય સમુદ્રના કિનારાથી લાલ સમુદ્ર સુધીના ક્ષેત્રમાં શાંતિ અને સલામતી માટે ઈરાનની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો.

તણાવ ઘટાડવાનો મહત્વપૂર્ણ મુદ્દો
અગાઉ જયશંકરે કહ્યું હતું કે સૌથી મહત્વનો મુદ્દો તણાવ ઓછો કરવાનો છે. તેમણે રવિવારે કહ્યું કે તેમણે ઈરાન અને ઈઝરાઇલમાં તેમના સમકક્ષો સાથે વાત કરી છે અને પશ્ચિમ એશિયામાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે તેમની ચિંતાઓ શેર કરી છે.

ધીરજ રાખો અને મુત્સદ્દીગીરી તરફ પાછા ફરો
જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત દરમિયાન MSC Aries પ્લેનમાં ફસાયેલા 17 ક્રૂ મેમ્બરનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કર્યું હતું કે તેમણે ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના વિદેશ મંત્રી એચ. અમીરાબ્દોલ્લાહિયન સાથે વાત કરી છે. MSC Aries ના 17 ભારતીય ક્રૂ મેમ્બર્સની મુક્તિ અંગે ચર્ચા કરી. વિસ્તારની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન બંને દેશોએ તણાવ વધવાથી બચવું જોઈએ, સંયમ રાખવો જોઈએ અને કૂટનીતિ તરફ પાછા ફરવું જોઈએ.

તે જ સમયે, ઇઝરાયેલના સમકક્ષ સાથે વાત કર્યા પછી, વિદેશ પ્રધાને પણ ટ્વીટ કર્યું હતું કે ઇઝરાયેલના વિદેશ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝ સાથે વાતચીત થઈ છે. ગઈકાલના વિકાસની ચર્ચા કરી અને ચિંતા વ્યક્ત કરી. અમે સમગ્ર વિસ્તારની સ્થિતિ વિશે વિગતવાર વાત કરી. અમે સંપર્કમાં રહેવા સંમત થયા.

ભારતની એડવાઈઝરીમાં શું છે?
દરમિયાન, ભારતીય દૂતાવાસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રદેશમાં તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને શાંત રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અમારા તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઇઝરાયેલી સત્તાવાળાઓ અને ભારતીય સમુદાયના સભ્યો સાથે સંપર્કમાં છે. દૂતાવાસે ભારતીય નાગરિકોને પહેલેથી જ ઉપલબ્ધ લિંક દ્વારા દૂતાવાસમાં નોંધણી કરાવવા માટે પણ કહ્યું છે. એમ્બેસીએ 24 કલાક કાર્યરત ફોન નંબર +972-547520711, +972-543278392 અને ઇમેઇલ cons1.telaviv@mea.gov.in જારી કર્યા છે. ભારતીય નાગરિકો કટોકટીની સ્થિતિમાં આ ફોન નંબરોનો સંપર્ક કરી શકે છે.

s jaishankar international news national news iran israel world news oman