01 January, 2023 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
વર્ષ 2023માં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને વહેલી સવારે મોંઘવારીનો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ હવે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર દિલ્હીમાં 1,768 રૂપિયા, મુંબઈમાં 1,721 રૂપિયા, કોલકાતામાં 1,870 રૂપિયા અને ચેન્નાઈમાં 1,971 રૂપિયામાં વેચાશે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો નથી.
ચાર મહાનગરોમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરો જાણો
દિલ્હી - રૂ. 1053
મુંબઈ - રૂ. 1052.5
કોલકાતા - રૂ. 1079
ચેન્નાઈ - રૂ. 1068.50
આ પણ વાંચો: નવા વર્ષની પૂર્વસંધ્યાએ મુંબઈમાં બૉમ્બની ધમકી આપનાર પકડાયો
OMCએ છેલ્લે 6 જુલાઈ 2022ના રોજ ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો હતો. આ એકંદરે વધીને રૂ. 153.5 થયું હતું. કિંમતોમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. OMCએ માર્ચ 2022માં પહેલા રૂ. 50નો વધારો કર્યો હતો, પછી મે મહિનામાં ફરીથી રૂ. 50 અને રૂ. 3.50નો વધારો કર્યો હતો. તેણે છેલ્લે ગયા વર્ષે જુલાઈમાં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો.