31 March, 2024 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્દોર
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ગઈ કાલે જબરદસ્ત રંગપંચમી મનાવવામાં આવી હતી. આખા શહેરની સાથે દેશ-વિદેશથી આવેલા મહેમાનોએ પણ ‘રંગપંચમી ગેર’નો આનંદ લીધો હતો. વર્ષોથી એવી પરંપરા છે કે રંગપંચમીના દિવસે હોળકર રાજવંશના લોકો આમ જનતા સાથે રંગોનો તહેવાર મનાવે છે અને આ જ કારણસર આ તહેવારને ‘રંગપંચમી ગેર’ કહેવામાં આવે છે.