09 February, 2024 06:17 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે સવારે મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo Flight)ને રાષ્ટ્રીય રાજધાની પરત ફરવું પડ્યું હતું. ઍરલાઈન્સે જણાવ્યું કે, પ્લેનમાંથી અચાનક દુર્ગંધ આવવા લાગી, તેથી સાવચેતીના ભાગરૂપે પ્લેનને પાછું લાવવું પડ્યું. વિમાન (ફ્લાઇટ નંબર 6E449) ટેક-ઑફ કર્યા પછી તરત જ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ (IGI ઍરપોર્ટ) પર પાછું ફર્યું હતું, ઇન્ડિગો (Indigo Flight)એ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિમાનમાં અચાનક દુર્ગંધ અનુભવાઇ હતી અને પાઇલટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રક્રિયાઓ (SOP)નું પાલન કર્યું હતું અને સાવચેતીના પગલાં તરીકે વિમાનને દિલ્હી પરત લાવવામાં આવ્યું હતું.
ઈન્ડિગો ઍરલાઈન (Indigo Flight) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિમાનમાં અચાનક દુર્ગંધ આવવાના કારણોની તાત્કાલિક વિગતો મળી શકી નથી. ઍરલાઈને કહ્યું કે, “યાત્રીઓ માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુસાફરોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. તમને જણાવી દઈએ કે, “ઈન્ડિગોની ફ્લાઈટ દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી. વિમાનમાં ડઝનબંધ મુસાફરો સવાર હતા. આવી સ્થિતિમાં અચાનક આવતી દુર્ગંધને કારણે તરત જ પ્લેન પરત લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લેનને મુંબઈ પહોંચતા પહેલા જ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું.”
ફ્લાઈટ કેન્સલેશન સામે વિરોધ
થોડા દિવસો પહેલાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ ઍરપોર્ટના ટર્મિનલ-2 પરથી ટેકઑફ થવાની હતી તે ફ્લાઈટ કેન્સલ થયા બાદ દેવઘર જતી ઈન્ડિગો ફ્લાઈટના મુસાફરો ઍરલાઈન સામે વિરોધ કરી રહ્યા છે. થોડા અઠવાડિયા પહેલા, ઈન્ડિગો અને અન્ય ઍરલાઈન્સને ભારતીય ઉડ્ડયન નિયમનકારો, ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન અને બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા નિયમોનું પાલન ન કરવા બદલ નોટિસ મોકલવામાં આવી હતી. વાયરલ વડિયો મુજબ ઍરપોર્ટ રનવે પર મુસાફરો ભોજન લેતા જોવા મળ્યા હતા તે ઘટનાના સંબંધમાં સલામતીના પગલાંનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ BCAS એ ઈન્ડિગો પર રૂા. 1.2 કરોડનો દંડ ફટકાર્યો છે.
ઈન્ડિગોએ શું કહ્યું?
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, ઈન્ડિગોને ઍરક્રાફ્ટ (સુરક્ષા) નિયમો, 2023, ઉડ્ડયન સુરક્ષા ઓર્ડર અને 21 સપ્ટેમ્બર, 2021ના રોજના આદેશના નિયમ 51ના ઉલ્લંઘનના સંદર્ભમાં યોગ્ય ઉડ્ડયન સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કરવામાં નિષ્ફળતા માટે નોટિસ આપવામાં આવી હતી. ફ્લાઇટ નં. 6E 2195 ડાયવર્ઝન હેઠળ 14 જાન્યુઆરીએ રાત્રે 11.21 વાગ્યે મુંબઈ ઍરપોર્ટ પર ઉતર્યું હતું.
પેસેન્જરે કહ્યું કે મારી સીટ નીચે બોમ્બ છે ને ફ્લાઈટમાં થયો કકળાટ
મુંબઈથી લખનૌ જતી ફ્લાઈટમાં અચાનક એક મુસાફરને કારણે હોબાળો મચી ગયો હતો. જ્યારે 27 વર્ષીય પેસેન્જરે કહ્યું કે તેની સીટ નીચે બોમ્બ રાખવામાં આવ્યો છે, સાંભળતા જ જાણે બધા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. પેસેન્જરે આ વાત કરતા જ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ અને ફ્લાઈટમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં, મુંબઈથી લખનૌની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 27 વર્ષના મોહમ્મદ અયુબે કહ્યું કે તેની સીટ નીચે બોમ્બ રાખવામાં આવ્યો હતો. આ પછી તમામ એજન્સીઓએ તપાસ શરૂ કરી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફ્લાઈટનો ફ્લાઈંગ ટાઈમ બદલાઈ ગયો હતો અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.