Indigo Bomb Threat: જબલપુરથી હૈદરાબાદ જતી ફ્લાઇટમાં ઊહાપોહ, બોમ્બની ધમકી બાદ નાગપુરમાં લેન્ડિંગ

01 September, 2024 03:00 PM IST  |  Nagpur | Gujarati Mid-day Online Correspondent

Indigo Bomb Threat: આ ફ્લાઇટમાં જબલપુરના 62 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જોકે, નાગપુરથી હૈદરાબાદની ઉડાન થોડા સમયમાં જ શરૂ થઈ ગઈ હતી.

ઇન્ડિગોની ફ્લાઇટની ફાઇલ તસવીર

અવારનવાર ઇંડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી (Indigo Bomb Threat) મળી આવતી હોય છે. આજે ફરી જબલપુરના ડુમના એરપોર્ટથી હૈદરાબાદ માટે ઉડાન ભરેલી ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી જેના બાદ અફરતફરીનો માહોલ સર્જાયો હતો. 

કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુસર આ ફ્લાઇટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. તમને જણાવી દઈએ કે આ ફ્લાઇટના ટેકઓફ કરી લીધાના એક કલાક બાદ આ રીતે ફલાઈટને આચનકથી નાગપુર તરફ લઈ વામાં આવી હતી અને ત્યાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. 

નાગપુરમાં કરવામાં આવ્યું ઇમરજન્સી લેન્ડિંગ 

પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E 7308ને બોમ્બની ઉડાડી દેવાની ધમકી મળી હતી. આ ફ્લાઇટમાં જબલપુરના 62 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જોકે, કંપનીએ દાવો કર્યો છે કે નાગપુરથી હૈદરાબાદની ઉડાન થોડા સમયમાં જ શરૂ થઈ જશે.

ઇંડિગોએ નિવેદન જારી કરીને આપી માહિતી, માગી ક્ષમા  

આ આખી જ ઘટના (Indigo Bomb Threat) સામે આવ્યા બાદ ઇંડિગો કહ્યું હતું કે ૧લી સપ્ટેમ્બર 2024ના રોજ બોમ્બની ધમકીને મળવાથી જબલપુરથી હૈદરાબાદ તરફ જતી ફ્લાઇટ 6E 7308 ને નાગપુર તરફ ડાયવર્ટ ક્રવામની ફરજ પડી હતી. જ્યાં તેનું લેન્ડિંગ કર્યા બાદ તમામ મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા અને ફરજિયાત સુરક્ષા તપાસ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી. સૌ મુસાફરોને નાસ્તો પૂરો પાડવામાં આવ્યો હતો. મુસાફરોને થયેલી કોઈપણ અસુવિધા માટે અમે દિલથી ક્ષમાપ્રાર્થી છીએ.

ફ્લાઇટના બાથરૂમમાંથી મળી કાગળની ચબરખી 

જ્યારે ફ્લાઇટનું નાગપુરમાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસને તપાસમાં કંઈપણ શંકાસ્પદ (Indigo Bomb Threat) મળ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. એક પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે વિમાનના બાથરૂમમાંથી એક કાગળની ચબરખી મળી આવી હતી. તેની પર પર બોમ્બની ધમકીનો સંદેશ લખવામાં આવ્યો હતો.

જોકે, ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ (Indigo Bomb Threat) કરવામાં આવ્યા બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને તપાસ કરાઇ હતી. ફ્લાઇટને એરપોર્ટ પર બપોરે 2 વાગ્યે પ્રસ્થાન માટે ફરીથી શેડ્યૂલ પણ કરી દેવામાં આવી હતી.

આ પહેલા ગઇકાલે પણ આવ્યા જ એક સમાચાર સામે આવ્યા હતા જેમાં ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ટેકનિકલ ખામી ધ્યાનમાં આવ્યા બાદ કોલકાતાથી બેંગ્લોર જતી ઈન્ડિગોની ફ્લાઈટને ટેક ઓફ કર્યા બાદ તરત જ કોલકાતા પરત વાળવામાં આવી હતી. એવી માહિતી મળી હતી કે એક મુસાફરને એન્જિનમાં તણખા જોવા મળ્યા હતા. પરંતુ એરલાઈન કે એરપોર્ટ અધિકારીઓ તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી. ટેકઓફની થોડીવાર બાદ પાઇલટે ઇમરજન્સીના કારણે પ્લેનને લેન્ડ કરાવ્યું હતું.

 

national news jabalpur hyderabad nagpur indigo india