04 January, 2022 07:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગલવાન ખીણમાં ચીનના PLA સૈનિકો `એક ઇંચ પણ જમીન નથી આપતા`ના વીડિયો પછી હવે ભારતીય સૈનિકોની તિરંગા સાથેની તસવીરો સામે આવી છે. થીજી ગયેલી ગાલવાન નદી પાસે ભારતીય સેનાની અવલોકન ચોકી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તે જ સમયે, ભારતીય સૈનિકો હાથમાં અમેરિકન સિગસૌર રાઇફલ્સ સાથે કતારમાં ઊભા છે.
ગલવાન ખીણની બે તસવીરો સામે આવી છે જેમાં ભારતીય સૈનિકો હાથમાં ત્રિરંગો અને રાઈફલ લઈને જોવા મળે છે. મળતી માહિતી મુજબ, આ બંને તસવીરો ગાલવાન વેલીના નવા વર્ષની છે. તસવીરોમાં પહાડો પર બરફ દેખાઈ રહ્યો છે.
આ સાથે બરફ થીજી ગયેલી ગાલવાન નદી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તસ્વીરમાં ભારતીય સેનાની એક અસ્થાયી ઓબ્ઝર્વેશન પોસ્ટ દેખાઈ રહી છે જેના પર ત્રિરંગો લહેરાવી રહ્યો છે. ભારતીય સેનાની આખી પ્લાટૂન આ પોસ્ટ પર તહેનાત છે. તિરંગાની સાથે ઓબ્ઝર્વેશન પોસ્ટ પર સેનાની સ્થાનિક રચનાનો ધ્વજ પણ દેખાય છે.
નવા વર્ષ નિમિત્તે ભારત અને ચીનના સૈનિકોએ એલએસી એટલે કે પૂર્વ લદ્દાખને અડીને આવેલી નિયંત્રણ રેખાના સાત વિસ્તારોમાં શુભકામનાઓ અને મીઠાઈઓની આપ-લે કરી હોવા છતાં તણાવ હજુ પણ યથાવત છે. પૂર્વી લદ્દાખમાં બંને દેશોના 60-60 હજાર સૈનિકો, ટેન્ક, તોપો અને મિસાઇલો હજુ પણ અહીં તહેનાત છે. બંને દેશો વચ્ચે વિવાદનો આ બીજો શિયાળો છે. બંને દેશોના સૈનિકો અત્યંત ઠંડા રણ લદ્દાખમાં તહેનાત છે. લગભગ 15-16 હજાર ફૂટની ઊંચાઈ પર, અહીંનું તાપમાન શિયાળામાં માઈનસ (-) 35-40 ડિગ્રી સુધી ઘટી જાય છે અને તીવ્ર ઠંડા પવનો આવે છે.