Indian Navy Operation : 35 સમુદ્રી ડાકુઓને પાણી-પાણી કરી નાખ્યા ભારતીય નૌ સેનાએ, 17ને બચાવ્યા

17 March, 2024 01:57 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Indian Navy Operation : ત્રણ મહિના પહેલા ચાંચિયાઓએ હાઇજેક કરેલા માલવાહક જહાજને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યું છે.

જહાજની પ્રતીકાત્મક તસવીર

સોમાલી ચાંચિયાઓ સામે ભારતીય નૌકાદળે (Indian Navy Operation) કુલ ૪૦ કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતું. આ જ ઓપરેશન હેઠળ ભારતીય નૌકાને મોટી સફળતા મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ મહિના પહેલા ચાંચિયાઓએ હાઇજેક કરેલા માલવાહક જહાજને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યું છે. આ સિવાય જહાજના 17 ક્રૂ મેમ્બર્સને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર ઓછામાં ઓછા 35 જેટલા ચાંચિયાઓએ ભારતીય નૌકાદળની આગળ આત્મસમર્પણ કર્યું હતું. 

ભારતીય નૌકાદળે કરી આટલી મોટી કાર્યવાહી
 
તમને જણાવી દઈએ કે મોટા માલવાહક જહાજ અને તેના ક્રૂને બચાવવા માટે ભારતીય નૌકાદળે કુલ 2600 કિલોમીટરનું અંતર પાણીમાં કાપ્યું હતું. હવે આટલું મોટું સાહસ (Indian Navy Operation) ખેડયા પછી મોટી સફળતા હાથ લાગી છે.

નૌકાદળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કુલ 17 ક્રૂ મેમ્બર્સને ચાંચિયા જહાજમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. INS કોલકાતાએ ભારતીય દરિયાકાંઠાથી લગભગ 2600 કિમી દૂર ચાલી રહેલા મેરીટાઇમ મેલ જહાજ રૂએનને અટકાવ્યું હતું. 40 કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ત્યારબાદ આ મોટી સફળતા મળી છે.

૩૦થી પણ વધારે ડાકુઓથી ભરેલું હતું જહાજ, કાર્યવાહી કરવામાં આવી 

તમને જણાવી દઈએ કે હાઇજેક કરાયેલા જહાજ એમવી રુએન પર 30થી પણ વધારે ચાંચિયાઓ હાજર હતા. નેવીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ભારતીય નેવીના યુદ્ધ જહાજ પર ચાંચિયાઓએ ફાયરિંગ પં કર્યું હતું. નેવીએ કહ્યું કે `ભારતીય નૌકાદળ દરિયાઈ સરહદોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ભારતીય નેવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ ચાંચિયાઓ સામે કાર્યવાહી (Indian Navy Operation) કરવામાં આવી હતી.

ચાંચિયાઓએ કર્યું ફાયરિંગ, નેવીએ બદલી પોતાની રણનીતિ 

તમને જણાવી દઈએ કે શુક્રવારને દિવસે ચાંચિયાઓએ જબરદસ્ત ગોળીબાર કર્યો હતો, આ ગોળીબાર પછી નેવીએ પોતાની રણનીતિ બદલી હતી. નેવીએ P-8I મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ, ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજ INS કોલકાતા અને INS સુભદ્રાને તૈનાત કર્યા હતા. આ સિવાય ડ્રોનની પણ મદદ લેવામાં આવી હતી. નેવીએ માર્કોસ કમાન્ડોને સી-17 એરક્રાફ્ટ દ્વારા જહાજ પર ઉતાર્યા હતા.

ભારતીય નૌકાદળે (Indian Navy Operation) ધમકીનો ઝડપથી જવાબ આપ્યો હતો અને 15 માર્ચે ચાંચિયાઓને રોકી દીધા હતા. નેવીએ કહ્યું કે અમે જહાજ પર સવાર ચાંચિયાઓને શરણાગતિ સ્વીકારવા અને નાગરિકોને મુક્ત કરવા કહ્યું હતું. આર્મીના પ્રવક્તા વિવેક મધવાલે આ મામલે જણાવ્યું હતું કે, “આઈએનએસ કોલકાતાએ છેલ્લા 40 કલાકમાં તમામ 35 ચાંચિયાઓને સફળતાપૂર્વક રોકી નાખ્યા હતા. આખરે આ ચાંચિયાવન આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા અને પકડાયેલા જહાજમાંથી 17 ક્રૂ સભ્યોની સુરક્ષિત મુક્તિ કરવી આપી હતી.

indian navy indian army national news india somalia