ફાસ્ટૅગને ગુડ બાય, હવે આવશે સૅટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ

12 September, 2024 08:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ નવી ટોલ પ્રણાલી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) આધારિત હશે અને કારમાં લગાડવામાં આવેલી સિસ્ટમના આધારે ઑટોમૅટિક ટોલ કપાઈ જશે. જોકે આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે એની જાણકારી હાલ તરત આપવામાં આવી નથી.

પ્રતીકાત્મક તસવીર

ભારત સરકારે સૅટેલાઇટ આધારિત ટોલ પ્રણાલીને મંજૂરી આપી દીધી હોવાથી થોડા સમયમાં આવી ટોલ પ્રણાલીને દેશમાં લાગુ કરી દેવામાં આવશે. હાલમાં વાહનચાલકોને ટોલ ગેટ પર ઊભા રહેવું પડે છે, પણ નવી પ્રણાલીમાં એવી રીતે ઊભા રહેવાની ફરજ નહીં પડે. 

નવી પ્રણાલી GPS આધારિત
આ નવી ટોલ પ્રણાલી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) આધારિત હશે અને કારમાં લગાડવામાં આવેલી સિસ્ટમના આધારે ઑટોમૅટિક ટોલ કપાઈ જશે. જોકે આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે એની જાણકારી હાલ તરત આપવામાં આવી નથી. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રણાલી ફાસ્ટૅગ કરતાં વધારે ઝડપી હશે. 

ફાસ્ટૅગ બંધ થશે?
લોકોના મનમાં એ સવાલ છે કે શું ફાસ્ટૅગને બંધ કરી દેવામાં આવશે? આ નવી પ્રણાલી લાગુ થતાં પહેલાં વાહનધારકોને બેઉ વિકલ્પ આપવામાં આવશે જેથી તેઓ આસાનીથી ફાસ્ટૅગમાંથી નવી પ્રણાલીમાં ટ્રાન્સફર કરી શકે.

૨૦ કિલોમીટર સુધી ટોલ નહીં
નવી GPS ટોલ પ્રણાલીમાં કોઈ પણ કાર કે અન્ય વાહન એક્સપ્રેસવે કે હાઇવે પર પ્રવાસ કરે છે તો પહેલા ૨૦ કિલોમીટર સુધી કોઈ ટોલ વસૂલ કરવામાં નહીં આવે. ૨૦ કિલોમીટર પછીના પ્રવાસ માટે નિયમ મુજબ ટોલ ચૂકવવો પડશે.

બમણો ટોલ આપવો પડશે
હાલમાં જે વાહનોમાં ફાસ્ટૅગ લગાડેલો હોતો નથી એને ટોલ ગેટ પર બમણો ટોલ ચૂકવવો પડે છે, નવી પ્રણાલીમાં પણ GPS નહીં લગાડનારાં વાહનોને પણ બમણો ટોલ ટૅક્સ ચૂકવવો પડશે.

maharashtra state road transport corporation india maharashtra news mumbai traffic police mumbai transport mumbai news