લદ્દાખમાં ૧૪,૩૦૦ ફુટની ઊંચાઈએ પૅન્ગોંગ લેક પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ

29 December, 2024 09:27 AM IST  |  Leh | Gujarati Mid-day Correspondent

૧૪,૩૦૦ ફુટની ઊંચાઈ પર આવેલી આ પ્રતિમા માત્ર આ મહાન મરાઠા રાજાને શ્રદ્ધાંજલિ જ નથી, પણ ભારતની સીમા-સુરક્ષા પ્રતિ મજબૂત ઇરાદાઓનો સંદેશ પણ આપે છે.

લદ્દાખમાં રણનીતિક રીતે મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં ઇન્ડિયન આર્મીએ ૨૬ ડિસેમ્બરે પૅન્ગોંગ લેકના કિનારે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું

લદ્દાખમાં રણનીતિક રીતે મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં ઇન્ડિયન આર્મીએ ૨૬ ડિસેમ્બરે પૅન્ગોંગ લેકના કિનારે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ૧૪,૩૦૦ ફુટની ઊંચાઈ પર આવેલી આ પ્રતિમા માત્ર આ મહાન મરાઠા રાજાને શ્રદ્ધાંજલિ જ નથી, પણ ભારતની સીમા-સુરક્ષા પ્રતિ મજબૂત ઇરાદાઓનો સંદેશ પણ આપે છે. આ પ્રતિમા વીરતા, દૂરદર્શિતા અને અટલ ન્યાયનું પ્રતીક છે.

છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ લેફ્ટનન્ટ જનરલ હિતેશ ભલ્લાએ કર્યું હતું. આ સમયે ઇન્ડિયન આર્મીના અનેક વરિષ્ઠ અધિકારીઓ, ફાયર ઍન્ડ ફ્યુરીના જવાનો અને મરાઠા લાઇટ ઇન્ફ્રન્ટ્રીના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચીનની સરહદે ડૅમચોક અને દેપસાંગમાં ઇન્ડિયન આર્મી હટાવવાની સમજૂતી બાદ આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે.

ladakh shivaji maharaj indian army Border Security Force national news news