ભારતીય સેના સાઇબર યુદ્ધ માટે તૈયાર

28 April, 2023 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્મી કમાન્ડર્સની કૉન્ફરન્સમાં સાઇબર ઑપરેશન ઍન્ડ સપોર્ટ વિન્ગ બનાવવાનો નિર્ણય લેવાયો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતીય આર્મીએ લેટેસ્ટ ટેક્નૉલૉજીને અપનાવવા અને એના ઑનલાઇન નેટવર્કને આધુનિક બનાવવા માટે કમાન્ડ સાઇબર ઑપરેશન ઍન્ડ સપોર્ટ વિન્ગ (સીસીઓએસડબ્લ્યુ) બનાવવાનું નક્કી કર્યું છે. એપ્રિલ ૧૭થી ૨૧ દરમ્યાન આર્મી કમાન્ડર્સની કૉન્ફરન્સમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે રીતે ઇન્ટરનેટ પર વધુને વધુ મદાર રાખવામાં આવી હ્યો છે તેમ જ મૉડર્ન કમ્યુનિકેશન સિસ્ટમ પર અવલબંન વધુ રહ્યું છે એ જોતાં પોતાના નેટવર્કને સુર​ક્ષ‌િત રાખવુ મહત્ત્વનું છે. ભારતીય સેનામાં મોટી સંખ્યામાં ટેક્નૉલૉજી પર આધારિત સાધનોનો જેમ કે ડ્રોન, લૉઇટરિંગ વેપન સિસ્ટમ્સ અને ઍન્ટિ-ડ્રોનનો સમાવેશ કરાયો છે. વળી ભારતના વિરોધીઓ દ્વારા સાઇબર યુદ્ધ ક્ષમતાઓ વિકસાવતાં પણ સાઇબર મહત્ત્વનું બન્યું છે. આ બધું જોતાં આર્મીએ કટોકટી જેવી સ્થિતિમાં કઈ રીતે કામગીરી આગળ વધારવી મહત્ત્વની છે. તેમ જ ભારતીય આર્મી આ ક્ષેત્રમાં પણ તૈયાર રહેવા માગે છે. ઑફિસરો માટે નવી ટેક્નિકલ એન્ટ્રી સ્કીમ (ટીઈએસ)ને પણ મંજૂરી આપવામાં આવી છે, જેનો અમલ ૨૦૨૪થી થશે.     

national news cyber crime new delhi indian army