01 June, 2023 03:43 PM IST | Karnataka | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય વાયુસેના(Indian Air Force)નું સૂર્ય કિરણ પ્રશિક્ષણ વિમાન ગુરુવારે (1 જૂન) કર્ણાટક (Karnataka)ના ચામરાજનગર જિલ્લાના મકાલી ગામ નજીક ક્રેશ (indian air force trainer aircraft crashes) થયું હતું. મહિલા પાયલટ સહિત બંને પાયલટ સુરક્ષિત છે. IAF અધિકારીએ કહ્યું કે અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે આ પ્લેન ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર બંને પાયલોટ દુર્ઘટના પહેલા પ્લેનમાંથી સુરક્ષિત રીતે કૂદી ગયા હતા. આ ટ્રેનર એરક્રાફ્ટે બેંગ્લોરના એરફોર્સ બેઝ પરથી ઉડાન ભરી હતી અને તે સવારે ક્રેશ થયું હતું. જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેજપાલ અને ભૂમિકાને સામાન્ય ઈજાઓ થઈ હતી. આમાં કોઈનું મૃત્યુ થયું નથી.
વાયુસેનાએ ટ્વીટ કર્યું કે જ્યારે અકસ્માત થયો ત્યારે પાઇલોટ નિયમિત અભ્યાસ પર હતા. બંને ક્રૂ મેમ્બર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને એરફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
રાજસ્થાનમાં મિગ-21 ક્રેશ થયું હતું
ગત મહિને રાજસ્થાનના હનુમાનગઢમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ ક્રેશ થતાં ત્રણ લોકોના મોત થયા હતા. ફાઈટર જેટ નિયમિત ટ્રેનિંગ સોર્ટી પર હતું ત્યારે તે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટ આબાદ બચી ગયો હતો, પરંતુ તેને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી હતી. અકસ્માતના બે અઠવાડિયા પછી ભારતીય વાયુસેનાએ સોવિયેત મૂળના એરક્રાફ્ટના વૃદ્ધ કાફલાને ગ્રાઉન્ડ કરવાનું નક્કી કર્યું. આ એરક્રાફ્ટ અત્યાર સુધીમાં 400 થી વધુ અકસ્માતોમાં સામેલ છે.
આ અકસ્માતમાં ચાર ગ્રામજનોના મોતના સમાચાર હતાં. મૃતકોમાં બે મહિલાઓ સામેલ હતી. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા. પીલીબંગા પોલીસ અને સેનાનું હેલિકોપ્ટર મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. લોકોએ સ્થળ પર પેરાશૂટ કરીને પાયલોટની મદદ કરી અને સેના આવ્યા બાદ તેને હવાલે કર્યો હતો.