07 June, 2024 01:59 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
નરેન્દ્ર મોદી સરકારની શપથવિધિમાં શ્રીલંકા, બંગલાદેશના ટોચના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવે એવી પ્રબળ શક્યતા છે. નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) ૨૯૩ સીટ સાથે સરકાર રચવા માટે વિધિવત્ દાવો કરશે. નવી સરકારની શપથવિધિ શનિવાર અથવા રવિવારે યોજાઈ શકે છે. શ્રીલંકા તથા બંગલાદેશની સાથે ભુતાન, નેપાલ અને મોરેશિયસના ટોચના નેતાઓને આમંત્રણ મોકલાઈ શકે છે. શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમાસિંઘેના મીડિયા વિભાગે મોદી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. ૨૦૧૪માં મોદી પહેલી વાર વડા પ્રધાન બન્યા ત્યારે સાર્ક (સાઉથ એશિયન અસોસિએશન ફૉર રીજનલ કો-ઑપરેશન)ના સભ્ય દેશના ટોચના નેતા શપથવિધિમાં હાજર રહ્યા હતા.