૧૨ વર્ષમાં ગ્રામીણ ગરીબી ૨૫.૭ ટકાથી ઘટી ૪.૮૬ ટકા થઈ

04 January, 2025 09:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શહેરી ગરીબી ૪.૬ ટકાથી ઘટીને ૪.૦૯ ટકા થઈ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દેશની સૌથી મોટી સરકારી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)ના ગઈ કાલે જાહેર થયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ગ્રામીણ ગરીબીનો ગુણોત્તર નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં નાટકીય રીતે ઘટીને ૪.૮૬ ટકા નોંધાયો છે જે ૨૦૧૧-’૧૨માં ૨૫.૭ ટકા હતો. બીજી તરફ આ સમયગાળા દરમ્યાન શહેરી ગરીબી ૪.૬ ટકાથી ઘટીને ૪.૦૯ ટકા થઈ ગઈ છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એકંદર સ્તરે અમારું માનવું છે કે ભારતમાં ગરીબીનો દર હવે ૪ ટકાથી ૪.૫ ટકાની રેન્જમાં હોઈ શકે છે અને અત્યંત ગરીબીનું લગભગ ન્યુનતમ અસ્તિત્વ છે.

india news state bank of india national news