રાષ્ટ્રપતિએ આપ્યા ૧૭ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર

27 December, 2024 02:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૭ છોકરાઓ અને ૧૦ છોકરીઓ મળીને કુલ ૧૭ જણને આ વર્ષે વિવિધ ૭ કૅટેગરીમાં અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યાં હતાં

ગઈ કાલે દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત કાર્યક્રમમાં બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે નરેન્દ્ર મોદી

રાષ્ટ્રપતિભવનમાં ગઈ કાલે વીર બાલ દિવસ પર યોજાયેલા એક સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૧૭ બાળકોને તેમની અકલ્પનીય સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપ્યા હતા.

પાંચથી ૧૮ વર્ષના વયજૂથનાં આ બાળકોને બહાદુરી, કળા અને સંસ્કૃતિ, પર્યાવરણ, ઇનોવેશન, વિજ્ઞાન અને ટેક્નૉલૉજી, સોશ્યલ સર્વિસ અને સ્પોર્ટ્સમાં તેમની અસાધારણ પ્રતિભા અને અકલ્પનીય કામગીરીના આધારે આ રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યાં હતાં.

૧૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૭ છોકરાઓ અને ૧૦ છોકરીઓ મળીને કુલ ૧૭ જણને આ વર્ષે વિવિધ ૭ કૅટેગરીમાં અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યાં હતાં.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનારા દરેક અવૉર્ડીને એક મેડલ, સર્ટિફિકેટ અને સાઇટેશન બુકલેટ આપવામાં આવે છે.

narendra modi national news india news