દુનિયાભરમાં જંગલનું પ્રમાણ વધારનાર દેશમાં ચીન અને ઑસ્ટ્રેલિયા બાદ ભારત ત્રીજા ક્રમે

24 July, 2024 03:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૧૦થી ૨૦૨૦ સુધીમાં ભારતમાં વાર્ષિક ૨,૬૬,૦૦૦ હેક્ટર્સ જંગલનો વધારો થયો છે.

કુદરતી જંગલ

ભારતમાં જંગલનું પ્રમાણ વધી રહ્યું છે. દુનિયાભરમાં કૉન્ક્રીટનાં જંગલો બની રહ્યાં છે ત્યારે દરેક દેશ હવે તેમનાં કુદરતી જંગલોને બચાવી રહ્યો છે તેમ જ એનું પ્રમાણ વધારવા પાછળ મહેનત કરી રહ્યો છે. ૨૦૧૦થી ૨૦૨૦ સુધીમાં ભારતમાં વાર્ષિક ૨,૬૬,૦૦૦ હેક્ટર્સ જંગલનો વધારો થયો છે. ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ દુનિયાભરમાં જંગલનું પ્રમાણ કયા દેશમાં વધ્યું છે એનું ટૉપ ટેન લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. ચીનમાં વાર્ષિક ૧૯,૩૭,૦૦૦ હેક્ટર્સ જંગલ વધ્યું છે. ત્યાર બાદ ઑસ્ટ્રેલિયા ૪,૪૬,૦૦૦ હેક્ટર્સ સાથે બીજા ક્રમે છે. ભારત બાદ અનુક્રમે ચિલી, વિયેટનામ, ટર્કી, અમેરિકા, ફ્રાન્સ, ઇટલી અને રોમાનિયાનો સમાવેશ થાય છે.

india australia china national news life masala