કોલમ્બિયાના રંગે રંગાયો કુતુબ મિનાર

22 July, 2024 03:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ ઇવેન્ટમાં યુનિયન મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર એક્સ્ટર્નલ અફેર્સ પબિત્ર માર્ગરિટા ચીફ ગેસ્ટ હતા.

કોલમ્બિયાના રંગે રંગાયો કુતુબ મિનાર

દિલ્હીમાં આવેલા કુતુબ મિનારને કોલમ્બિયાના ફ્લૅગના કલરની લાઇટ દ્વારા રોશન કરવામાં આવ્યો હતો. શનિવારે સાઉથ અમેરિકન રાષ્ટ્ર કોલમ્બિયાનો સ્વતંત્રતા દિવસ હતો. આથી ઇન્ડિયા દ્વારા તેમના આઝાદીના દિવસને સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ બદલ કોલમ્બિયન એમ્બેસી દ્વારા ઇન્ડિયાની મિનિસ્ટ્રી ઑફ કલ્ચર ઍન્ડ આર્કિયોલૉજિકલ સર્વેનો આભાર માનવામાં આવ્યો હતો. કોલમ્બિયાના ૨૧૪માં આઝાદીના દિવસને ઇન્ડિયામાં સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં યુનિયન મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર એક્સ્ટર્નલ અફેર્સ પબિત્ર માર્ગરિટા ચીફ ગેસ્ટ હતા. એક્સ્ટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે સોશ્યલ મીડિયા પર કોલમ્બિયાના ફૉરેન મિનિસ્ટર લુઈ ગિલ્બર્ટો મુરિલ્લો અને ત્યાંના લોકોને સ્વતંત્રતા દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

colombia new delhi life masala national news delhi news