12 April, 2023 07:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દરરોજ થનારા મોતના આંકડાને મામલે પણ ભારત વિશ્વના ટૉપ-10 દેશોમાં સામેલ છે. એવામાં પ્રશ્ન એ છે કે શું આ ચોથી લહેરની આહટ છે? શું ફરીથી દેશમાં લૉકડાઉન લાગી શકે છે? હાલ કોરોનાની શું સ્થિતિ છે? જાણો અહીં...
કોરોનાએ ફરી એકવાર દેશની ચિંતા વધારી દીધી છે. દરરોજ સંક્રમિતોના આંકડા ઝડપથી વધી રહ્યા છે. ભારત ફરી એકવાર તે દેશોના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે, જ્યાં દરરોજ સૌથી વધારે સંક્રમિતો મળી રહ્યા છે. આ લિસ્ટમાં ભારત ત્રીજા સ્થાને છે. આ રીતે દેશમાં મોતના આંકડા પણ ઝડપથી વધવા માંડ્યા છે.
દરરોજ થનારા મૃત્યુના કેસમાં પણ ભારત વિશ્વના ટૉપ-10 દેશોમાં સામેલ છે. એવામાં પ્રશ્ન એ છે કે શું આ ચોથી લહેરની આગાહી છે? શું ફરી દેશમાં લૉકડાઉન લાગશે? હાલ કોરોનાની શું સ્થિતિ છે? જાણો અહીં...
સાત દિવસમાં 42 હજારથી વધું દર્દીઓ સંક્રમિત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, છેલ્લા સાત દિવસમાં દેશમાં 42 હજારથી વધારે લોકો સંક્રમિત થયા છે. આ વચ્ચે, 97 લોકોના સંક્રમણને કારણે મોત પણ નોંધાયા છે. મંગળવારે એક દિવસમાં સાત હજાર 830 લોકો સંક્રમિત આવ્યા, જે 223 દિવસમાં સૌથી વધારે છે. આની સાથે જ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 40 હજારની પાસ થઈ ગઈ છે. હવે દેશમાં 40 હજાર 215 દર્દીઓ એવા છે, જે સંક્રમિત છે. કાં તો હૉસ્પિટલમાં દાખલ છે અથવા ઘરે રહીને પોતાની સારવાર કરાવી રહ્યા છે.
બે લાખથી વધારે ટેસ્ટ, 16 મોત
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, મંગળવારે બે લાખ 14 હજાર 242 લોકોએ કોરોનાના ટેસ્ટ કરાવ્યા હતા. આમાંથી 3.65 એટલે કે, 7,830 લોકો સંક્રમિત આવ્યા હતા. આંકડાઓ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણ થકી 16ના મોત પણ થઈ ગયા છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં બે-બે સંક્રમિતોએ જીવ ગુમાવ્યા. જ્યારે ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતમાં એક-એક મોત નોંધાયા છે. કેરળમાં પાંચ મૃત્યુ નોંધવામાં આવ્યા છે. દેશમાં સંક્રમણને કારણે પાંચ લાખ 31 હજરા 16 લોકોના મોત થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો : Mumbai Localની સેવા ખોરવાઈ, ટેક્નિકલ ખામીને કારણે આ સ્ટેશન્સ વચ્ચે ટ્રેન બંધ
કોરોનાના આ આંકડા પણ જાણી લો
એક સપ્ટેમ્બર 2022 બાદ મંગળવારે સૌથી વધું સાત હજાર 946 કોરોનાના નવા કેસ મળ્યા.
દેશમાં અત્યાર સુધી ચાર કરોડ 47 લાખ 76 હજાર લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
અત્યાર સુધી સંક્રમિત થયેલા લોકોમાં 0.09 દર્દી એવા છે જેમની હાલ સારવાર થઈ રહી છે. બાકી 98.72 ટકા લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. 1.19 ટકા દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.
દેશમાં 220.66 કરોડ કોવિડ વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે.