દેશભક્તિનો અનોખો ફ્લાવર શો શરૂ થયો છે બૅન્ગલોરમાં

10 August, 2024 01:50 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આવતા અઠવાડિયે ભારતનો ૭૮મો સ્વતંત્રતા દિન ઊજવાશે એ નિમિત્તે બૅન્ગલોરના લાલબાગ બૉટનિકલ ગાર્ડનના ગ્લાસ હાઉસમાં દેશભક્તિના રંગથી તરબતર થઈ જવાય એવી ફૂલોની સજાવટનો ખાસ શો શરૂ થયો છે.

દેશભક્તિનો અનોખો ફ્લાવર શો શરૂ થયો છે બૅન્ગલોરમાં

આવતા અઠવાડિયે ભારતનો ૭૮મો સ્વતંત્રતા દિન ઊજવાશે એ નિમિત્તે બૅન્ગલોરના લાલબાગ બૉટનિકલ ગાર્ડનના ગ્લાસ હાઉસમાં દેશભક્તિના રંગથી તરબતર થઈ જવાય એવી ફૂલોની સજાવટનો ખાસ શો શરૂ થયો છે. ગઈ કાલે એનો પહેલો દિવસ હતો. અહીં ભારત રત્ન ડૉ. બી. આર. આંબેડકરને સ્મરણાંજલિ આપતી મજાની સજાવટ થઈ છે અને ભારતનો નકશો પણ ફ્લાવર્સથી બનાવાયો છે. આ ફ્લાવર ઇન્સ્ટૉલેશન્સ પાસે લોકો અલગ-અલગ પોઝમાં તસવીરો પડાવવા ઊમટી રહ્યા છે. 

bengaluru independence day national news india Bharat