મોદી સરનેમ કેસમાં વધી રાહુલ ગાંધીની મુશ્કેલી, હવે આ કૉર્ટમાં થવું પડશે હાજર

03 May, 2023 06:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ શમવાનું નામ જ નથી લઈ રહી. રાહુલ ગાંધીને રાંચીના એમપી-એમએલએ કૉર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ શમવાનું નામ જ નથી લઈ રહી. રાહુલ ગાંધીને રાંચીના એમપી-એમએલએ કૉર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. હકિકતે, રાહુલ ગાંધીએ પોતાના વકીલના માધ્યમે રજૂઆતની છૂટ માગી હતી જેને કૉર્ટે ફગાવી દીધી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી પહેલેથી જ આ કેસમાં ગુજરાતના સૂરત જિલ્લા કૉર્ટમાંથી સજા પામી ચૂક્યા છે. સૂરત કૉર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી છે.

માનહાનિ કેસમાં વધી રહી છે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ
નોંધનીય છે કે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધતી જાય છે. સૂરત કૉર્ટ તરફથી પહેલેથી જ સજાનો સામનો કરતા રાહુલ ગાંધીને હવે રાંચીના એમપી-એમએલએ કૉર્ટમાં હાજર થવું પડશે. સૂરત કૉર્ટ તરફથી 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ રાહુલ ગંધીનું સંસદનું સભ્યપદ ગયું છે. તેમણે સજા વિરુદ્ધ ગુજરાત હાઈકૉર્ટમાં અપીલ કરી હતી પરંતુ ત્યાંથી પણ તેમને કોઈ રાહત મળી નહીં.

સૂરત જિલ્લા કૉર્ટે સંભળાવી હતી 2 વર્ષની સજા
જણાવવાનું કે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકૉર્ટમાં સૂરત જિલ્લા કૉર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજા વિરુદ્ધ અપીલ કરી હતી. કૉર્ટે સજા વિરુદ્ધ અપીલ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હકિકતે, આ કેસ 2019માં લોકસભા ચૂંટણી સમયનો છે. કર્ણાટકમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ નીરવ મોદી અને લલિત મોદીનું નામ લેતા કહ્યું હતું કે "બધા ચોરોનું નામ મોદી જ કેમ છે." પૂર્વ બીજેપી વિધેયક પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. સજા થતા રાહુલ ગાંધીનું સભ્યપદ અયોગ્ય થયું.

આ પણ વાંચો : આવી રહ્યું છે વર્ષનું પહેલું સાઈક્લોન,`મોચા`માં સપડાશે આ રાજ્યો, IMDએ આપી ચેતવણી

રાહુલ ગાંધીને ગુજરાત હાઈકૉર્ટમાંથી પણ ન મળી રાહત
રાહુલ ગાંધી માનહાનિ કેસમાં નીચલી કૉર્ટના નિર્ણય વિરુદ્ધ પહેલા સેશન કૉર્ટ ગયા હતા પણ ત્યાંથી રાહત મળી નહોતી તો ગુજરાત હાઈકૉર્ટમાં અપીલ કરી. અહીં વરિષ્ઠ અધિવક્તા અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે તેમણે એવો કોઈ ક્રાઈમ નથી કર્યો જેને માટે 2 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવે. કહ્યું હતું કે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ અયોગ્ય ઠેરવતા તેમના રાજનૈતિક કરિઅર પર અસર પડશે.

national news rahul gandhi congress ranchi jharkhand surat