જજોની નિમણૂક મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમને સમયમર્યાદાનું પાલન કરવાની આપી ખાતરી

07 January, 2023 10:26 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઍટર્ની જનરલ આર. વેંકટરામાણીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે હાઈ કોર્ટ્સના કૉલેજિયમ દ્વારા ૧૦૪ નામની ભલામણ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ કેન્દ્ર સરકારે ગઈ કાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે બંધારણીય અદાલતોમાં જજોની નિમણૂક માટે કૉલેજિયમ દ્વારા ભલામણ કરાયેલાં નામોને મંજૂરી આપવાની પ્રક્રિયા માટેની સમયમર્યાદાનું કેન્દ્ર સરકાર પાલન કરશે. સાથે જ માહિતી આપવામાં આવી હતી કે ૪૪ નામ માટે બેથી ત્રણ દિવસમાં જ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. 
ઍટર્ની જનરલ આર. વેંકટરામાણીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે હાઈ કોર્ટ્સના કૉલેજિયમ દ્વારા ૧૦૪ નામની ભલામણ કરવામાં આવી હતી, જેમાંથી ૪૪ પર પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે અને આ વીકે-એન્ડ દરમ્યાન સુપ્રીમ કોર્ટને નામ આપવામાં આવશે. 
જસ્ટિસ એસ. કે. કૌલ અને એ. એસ. ઓકાની બેન્ચે વેંકટરામાણીને સુપ્રીમ કોર્ટના જજિઝ તરીકે પ્રમોશન માટે કૉલેજિયમ દ્વારા ભલામણ કરાયેલાં પાંચ નામ વિશે પણ પૂછ્યું હતું. જેના વિશે ઍટર્ની જનરલે બેન્ચને જણાવ્યું હતું કે ‘શું તમે આ મામલો થોડા સમય માટે ડિલે કરી શકશો? મારી પાસે કેટલાંક ઇન્પુટ્સ છે.’
નોંધપાત્ર છે કે જજોની નિમણૂક અને પ્રમૉશનના મુદ્દે કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે થોડા સમય પહેલાં ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. 

national news supreme court