30 March, 2023 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
તમિલનાડુ (Tamil Nadu)ના પેરિયાકુપ્પમથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક 9 વર્ષની બાળકીએ નજીબી બાબત પર આત્મહત્યા (Tamil nadu Suicide)કરી લીધી. વાસ્તવમાં માતા-પિતાએ અભ્યાસ પર ધ્યાન આપવાનું કહેતા પ્રતીક્ષા નામની બાળકીએ જીવલેણ પગલું ભર્યુ. આ નવ વર્ષની બાળકીને તેના પાડોશીઓ ઈન્સ્ટા ક્વીન કહેતા હતાં.
પ્રતીક્ષાના પિતા કૃષ્ણામૂર્તિએ દીકરીને રમતાં જોઈ તેણીને ઘરે જઈ અભ્યાસ કરવાનું કહી ઘરની ચાવી આપી. ત્યાર બાદ તે પોતાના બાઈકમાં પેટ્રેલ ભરાવવા માટે નિકળી ગયા અને રાત્રે આશરે સવા આઠે પરત ઘરે ફરી જોયુ તે ઘર અંદરથી બંધ હતું, તેથી દીકરીને દરવાજો ખોલવા કહ્યું. પરંતુ અંદરથી કોઈ જવાબ ન આવતા કૃષ્ણમૂર્તુ ગભરાઈ ગયા અને પાછળની બારી તોડીને ઘરની અંદર ઘુસીને જોયું તો દીકરી પ્રતીક્ષા લટકતી હાલતમાં હતી અને તડપી રહી હતી. તેઓ દીકરીને ફટાફટસરકારી હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ કમનસીબે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:Dj Azexની ફાંસીના ફંદા પર લટકેલી મળી લાશ, ગર્લફ્રેન્ડ પર મૂકાયો આ આરોપ
નોંધનીય છે કે આવો જ કિસ્સો ગત ડિસેમ્બરમાં સામે આવ્યો હતો. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં મોબાઈલ પર ગેમ રમવાની ના પાડતાં 10 વર્ષના બાળકે આત્મહત્યા કરી લીધી હતી. માની વઢ બાદ બાળકે આ પગલું ભર્યુ હતું.