20 October, 2022 02:14 PM IST | Kedarnath | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેદારનાથમાં મંગળવારે(Kedarnath on Tuesday) થયેલા હેલિકૉપ્ટર ક્રેશમાં (Helicopter Crash) એક પાઈલટ સહિત 7ના જીવ ગયા છે. ત્યાર બાદ કેદારનાથમાંથી (Kedarnath) સંચાલિત થતી હવાઈ સેવાઓના સુરક્ષાના માપદંડો પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કેદારનાથમાં 9 અલગ કંપનીઓના હેલિકૉપ્ટર દરરોજ લગભગ 200 ઉડાન ભરીને હજારો પ્રવાસીઓને મંદિર સુધી લાવે-લઈ જાય છે. આજતકે સુરક્ષાની દ્રષ્ટિએ જ્યારે તપાસ કરી તો કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આને જોઈને એવું લાગે છે કે હેલિકૉપ્ટર ક્રેશની ઘટના બાદ પણ સબક લેવામાં આવ્યો નથી.
કેદારનાથમાં હજારો પ્રવાસીઓ દરરોજ દર્શન કરવા માટે આવે છે. જલ્દી અને સારા પ્રવાસ માટે હેલિકૉપ્ટર સેવાઓનો ઉપયોગ કરે છે. આજતકની ટીમ જ્યારે ઘટના સ્થળે રિપૉર્ટિંગ કરી રહી હતી, ત્યારે જોયું કે એક હેલિકૉપ્ટર કેટલાક પ્રવાસીઓને લઈને કેદારનાથ હેલિપેડ પર લાવે છે અને માત્ર 30 સેકેન્ડ્સ પછી તે ત્યાંથી પાછા ફરતા પ્રવાસીઓને લઈને ઉડા ભરી લે છે. આ હેલિપેડનું સંચાલન ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન અને ગઢવાલ મંડળ વિકાસ નગમ મળીને કરે છે પણ આજતકની ટીમને ન તો ત્યાં કોઈ ઍર ટ્રાફિક કન્ટ્રોલ રૂમ જોવા મળ્યું અને ન તો કોઈ જવાબદાર અધિકારી.
કેમેરા પર ન આવવાની શરતે ગાઝિયાબાદથી કેદારનાથ પ્રવાસે આવેલા ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું કે પ્રવાસ સુરક્ષાના માનક મુશ્કેલ હોય છે પણ જીવ જોખમમાં નાખવું પણ યોગ્ય નથી. અહીં દર મિનિટે કોઈક ને કોઈક હેલિકૉપ્ટર ઉડ્ડાન ભરે છે અને ચોંકાવનારી વાત એ છે કે અહીં કોઈ ATC નથી.
`ઊંચાઈ સુધી ઊડવામાં સક્ષમ હતું હેલિકૉપ્ટર`
આર્યન એવિએશનના નિદેશક કૅપ્ટન વી કે સિંહે આજતક સાથેની વાતચીતમાં કહ્યું કે આ હેલિકૉપ્ટર ક્રેશની ઘટનાથી તે દુઃખી છે. તેમણે જણાવ્યું કે ક્રેશ હેલિકૉપ્ટર ઊંચાઈ સુધી ઉડવામાં સક્ષમ હતું. આ મૉડલના હેલિકૉપ્ટર કેદારનાથ જેવા ઊંચા સ્થળોથી ઉડાન ભરવા માટે સૌથી બહેતર માનવામાં આવે છે. તેમણે કહ્યું કે અમે દરેક સુરક્ષાના માપદંડોનું પાલન કરીએ છીએ.
આ પણ વાંચો : કેદારનાથમાં હેલિકૉપ્ટરની દુર્ઘટનાઓ કેમ અટકતી નથી?
પ્રવાસીઓએ ઉઠાવ્યા સવાલ
કેદારનાથમાં જ્યારે આજતકે પ્રવાસીઓ સાથે વાત કરી, તો તેમણે સુરક્ષા વિશે ચિંતા વ્યક્ત કરી. ગાઝિયાબાદથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું કે એવિએશન કંપની પૈસા કમાવવાના ચક્કરમાં પ્રવાસીઓને ઉતાવળે ચડાવે-ઉતારે છે, જે ખૂબ જ જોખમકારક છે. તો મધ્યપ્રદેશથી કેદારનાથના દર્શન માટે આવેલી પ્રવાસીએ કહ્યું કે અનેક વાર હવામાનને લઈને ડર લાગે છે. ખરાબ હવામાનમાં હેલિકૉર્ટર ઉડાન ભરે છે, જેને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પગલા લેવા જોઇએ.