Air India ફ્લાઇટમાં પહેલા અપશબ્દો પછી કર્યો હુમલો, ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર

30 May, 2023 08:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

યાત્રીએ ચાલક દળના સભ્યોને પહેલાને પહેલા અપશબ્દો કહ્યા અને પછી તેમના પર હુમલો પણ કર્યો. ઍૅર ઈન્ડિયાની ફ્લાઈટમાં બે મહિનામાં આ પ્રકારની આ બીજી ઘટના છે.

ફાઈલ તસવીર

ઍર ઈન્ડિયાની (Air India) ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કરવાની ઘટના સામે આવી છે. ઍર ઈન્ડિયા (Air India)એ નિવેદન જાહેર કરીને કહ્યું કે અમારી ફ્લાઈટ AI882માં 29મેના રોજ એક પ્રવાસીએ દુર્વ્યવહાર કર્યો. આરોપી પ્રવાસીએ ચાલક દળના સભ્યને પહેલા અપશબ્દ કહ્યા અને પછી તેમનામાંના એક પર હુમલો પણ કર્યો. દિલ્હી ઍરપૉર્ટ (Delhi Airport) પર ઉતર્યા બાદ પ્રવાસીએ આક્રમક વ્યવહાર જાળવી રાખ્યો અને તેને તેને સુરક્ષાકર્મીઓને સોંપી દેવામાં આવ્યો.

ઍર ઈન્ડિયાએ જણાવ્યું કે અમે નિયામકને પણ ઘટનાની સૂચના આપી છે. આ પહેલા પણ એપ્રિલ મહિનામાં એક પ્રવાસીએ ઍર ઈન્ડિયા ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. હકીકતે 10 એપ્રિલના દિલ્હી લંડનની ફ્લાઈટમાં એક પ્રવાસીએ બે મહિલા કેબિન ક્રૂના સભ્યો સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ઍરલાઈને આ ઘટના બાદ આરોપી વ્યક્તિ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. 

ફ્લાઈટમાં દુર્વ્યવહારની વધી ઘટનાઓ
ઍર ઈન્ડિયાના કેબિન ક્રૂ સુપરવાઈઝરની ફરિયાદ પર પોલીસે આરોપી પ્રવાસી પંજાબના 25 વર્ષીય જસકીરત સિંહ પડ્ડા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. હાલ ફ્લાઈટમાં દુર્વ્યવહારની ઘટનાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અહીં સુધી કે પ્રવાસીઓ પર પેશાબ કરવાના પણ અનેક કેસ આવી ચૂક્યા છે. આ મહિને 11 મેના નશાની સ્થિતિમાં એક મહિલા પ્રવાસીએ દિલ્હી કોલકાતાની ઈન્ડિગોની ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

આ પણ વાંચો : `દરેક નિર્ણય લોકોના જીવનને બહેતર બનાવવા માટે લીધો..` BJP સરકારના 9 વર્ષ પર PM

નશામાં મહિલા પ્રવાસીએ કર્યું ગેરવર્તન
આરોપી મહિલાને કોલકાતા ઍરપૉર્ટ પર સીઆઈએસએફને સોંપી દેવામાં આવી હતી. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, પ્રવાસીનું નામ પરમજીત કૌર હતું અને ચાલક દળના સભ્યો અને અન્ય સાથી પ્રવાસીઓએ જાણ્યું કે તેણે નશો કર્યો હતો. તેણે ક્રૂની સાથે સાથે અન્ય પ્રવાસીઓ સાથે પણ અયોગ્ય વ્હવહાર કર્યો હતો. વિમાન ઍરપૉર્ટ પર લેન્ડ થયા બાદ આરોપી પ્રવાસીને સીઆઈએસએફ કર્મચારીઓએ અટકમાં લઈ લીધી હતી.

national news air india delhi police goa delhi airport