29 January, 2023 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
ઇસ્લામાબાદઃ આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની સાથે મહત્ત્વની વાતચીત પહેલાં આઇએમએફ (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ)ને ૨૦૨૨-’૨૩ માટેના પાકિસ્તાનના બજેટના અંદાજમાં ૨૦૦૦ અબજ રૂપિયાનું ગાબડું જણાયું છે એટલે કે રેવન્યૂ કરતાં ખર્ચ વધારે છે, જેનાથી બજેટ ખાધમાં ખૂબ જ વધારો થવાની શક્યતા છે. પાકિસ્તાન અને આઇએમએફના અધિકારીઓ વચ્ચે મંગળવારથી વાતચીતની શરૂઆત થશે, જેમાં આર્થિક મોરચે નિર્ધારિત માપદંડોના પાલનમાં નિષ્ફળતા ચર્ચા માટે મુખ્ય વિષય હશે. પાકિસ્તાન અને આઇએમએફની મીટિંગમાં પાકિસ્તાનને ભંડોળનો આગામી હપ્તો રિલીઝ કરવા બાબતે પણ મંત્રણા થશે, જે સપ્ટેમ્બરથી પેન્ડિંગ છે. આઇએમએફએ પાકિસ્તાનને એક મિની-બજેટ દ્વારા ૬૦૦ અબજ રૂપિયાનું કલેક્શન મેળવવા માટે વધારાના વેરા લાદવા માટે જણાવ્યું છે. પાકિસ્તાનની સરકાર આ શરતથી સંમત નથી.