19 December, 2022 07:25 PM IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
અસદુદ્દીન ઓવૈસીની (Asaduddin Owaisi) પાર્ટી એઆઈએમઆઈએમના (AIMIM)ના હૈદરાબાદ સ્થિત એક ઑફિસમાં એક શખ્સની હત્યા કરી દીધી છે. ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીના સ્થાનિક નગર સેવકની ઑફિસમાં એક 22 વર્ષના યુવકને ચપ્પૂ મારવામાં આવ્યું.
ગંભીરતાથી ઈજાગ્રસ્ત મુર્તુજાને ઓવૈસી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પણ તેને બચાવી શકાયો નહીં. મૃતક વિદ્યાર્થી અનસ પાર્ષદનો ભત્રીજો જણાવવામાં આવી રહ્યો છે.
ઑફિસ શહેરના લલિતા બાગ વિસ્તારમાં સ્થિત છે. પોલીસ ઘટનાસ્થળે છે અને વિસ્તારને સીલ કરી દીધો છે.